સંગ્રામ પંચાયત:કડી તાલુકાની 29 ગ્રામ પંચાયતોની 19 ડિસેમ્બરે ચૂંટણી યોજવામાં આવશે

કડી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરી કામગીરી શરૂ કરાઇ

કડી તાલુકાની 29 ગામ પંચાયતોના સરપંચ અને સભ્યોની સામાન્ય અને પેટા ચૂંટણી જાહેર કરાઈ છે.આગામી 19 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા રાજ્યની 10879 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરાઈ હતી જે પૈકી કડી તાલુકાની 29 ગામ પંચાયતોના સરપંચ અને સભ્યોની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થતા પંચાયતોની ચૂંટણી યોજાશે.

તાલુકાની 29 ગામ પંચાયતોમા ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમા ચહલ પહલ જોવા મળી હતી.આયોગના નિર્ણયને પગલે પ્રાંત અધિકારીએ 29 પંચાયતોના ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરી ચૂંટણી લગતની કામગીરીને વેગ આપેલ છે.

કડી તાલુકાની 29 ગામ પંચાયતોમા ચૂંટણી યોજાશે

1 - લક્ષ્મીપુરા (નંદાસણ)

2 - ઉમાનગર
3 - ખેરપુર
4 - નવાપુરા
5 - નંદાસણ
6 - કાસ્વા
7 - રણછોડપુરા
8 - નરસિંહપુરા
9 - ચંદનપુરા
10 - થોળ - સેડફા

11 -સાદરા- આલુસણા

12 - જાદવપુરા
13 - કમળાપુરા
14 - બુડાસણ
15 - ઈરાણા
16 - રાજપુર
17 - આનંદપુરા
18 - નારોલા
19 - અંબાવપુરા
20 - પંથોડા
21 - પાલ્લી
22 - વિનાયકપુરા
23 - જમિયતપુરા
24 - વેકરા
25 - કોલાદ

26 - લ્હોર - રોઝાપુરી

27 - મહારાજપુરા

28 - કોરડા-ઘુઘલા-ખંડમોરવા

29 - પંઢરપુર

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...