કડી પંથકમાં વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉભી થવા પામી હતી. કડીના થોળ રોડ ઉપર આવેલ અંડરબ્રીજમાં પણ પાણી ભરાતાં અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં હતાં.
4 ફૂટથી પણ વધારે પાણી ભરાતા લોકો પરેશાન
કડી શહેરની અંદર આજે ગુરૂવારે 1 ઈંચ પણ વરસાદ પડયો ન હતો ત્યારે થોળ રોડ ઉપર આવેલ અંડરબ્રીજમાં 4 ફૂટથી પણ વધારે પાણી ભરાયાં હતાં અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કડીમાં સામાન્ય વરસાદ પડવાની સાથે જ કડીના થોળ રોડ ઉપર આવેલ અંડરબ્રીજ પાણીમાં ગરકાવ થઇ જાય છે. તે જ રીતે આજે કડી શહેરની અંદર સામાન્ય વરસાદ પડતાની સાથે જ અંડર બ્રિજમાં પાણી ભરાઈ ગયાં હતાં અને પાલિકા દ્વારા અન્ડરબ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. અંડરબ્રીજમાં 4 ફૂટથી પણ વધારે પાણી ભરાતા આજુબાજુના રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે પાલિકાના કર્મચારીઓએ ઘટનાસ્થળે દોડી આવીને મશીન લગાવીને હાલ પાણી બહાર કાઢવાનું કામ કાજ ચાલું કર્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.