કડી તાલુકાનાં થોળ ગામે સીએનજી પંપ ઉપર છેલ્લા 1 માસ થી વાહન ચાલકો ત્રહિમામ પોકારી ગયા છે. ગાડીઓની મોટી લાઈનો ગેસ પુરવવા માટે લાગે છે અને જ્યાં નંબર આવે ત્યારે ગેસ પતી જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો ભોગ બને છે.
સાબરમતી ગેસની ગાડીઓ પ્રેટ્રોલપંપ પર ગેસ ભરીને આવે છે.પ્રેટ્રોલપંપ પર ગેસનું વિતરણ થાય છે. તેમાંથી દિવસની 2 જ ગાડી આવતી હોવાથી સીએનજી પૂરતા પ્રમાણમાં મળતો નથી જેથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. સીએનજી પંપનાં મેનેજરે જણાવ્યું હતું કે સાબરમતી ગેસ સપ્લાયર દ્વારા પહેલા દિવસમાં 4 ગાડી ગેસ આપતા હતા હવે દીવસ માં 2 જ ગાડી અપાય છે. ગ્રાહકો નો ઘસારો વધારે હોવાથી ગેસ માટે પહોંચી વળાતું નથી ગેસની ગાડી જલ્દી ખાલી થઇ જતાં બીજી ગેસની ગાડી આવે ત્યાં સુધી વાહન ચાલકોએ રાહ જોવી પડે છે.
આ વિસ્તારમાં 20 કી.મી સુધી ક્યાંય સીએનજી પંપ નથી જેથી અહીં લાબી લાઈનો લાગે છે. વાહન ચાલકોએ જણાવ્યું હતું કે પહેલા અમે અહીંથી ગેસ પુરાવતા હતા પણ આવી લાઈનો ન હોતી લાગતી પણ છેલ્લા 1 માસ થી તો ગેસ પુરાવવા લાંબી લાઈનો નો લાગતાં સમય વેડફાય છે જેથી ઓનલાઇન ગેસ સ્ટેશન બની જાય તો આ સમસ્યા માંથી મુક્તિ મળી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.