ચક્ષુ દાન:અકસ્માતમાં મૃત્યુ પામેલા કડીના યુવકના ચક્ષુનું દાન

કડી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડી-છત્રાલ રોડ પર ડાલાની ટક્કરે બાઇકચાલકનું મોત

કડીના છત્રાલ રોડ સ્થિત એમ.જી. દેસાઈ વેરહાઉસ નજીકથી મોટર સાયકલને પસાર થતા યુવકને પીકઅપ ડાલાના ચાલકે ટક્કર મારતાં મોત થયું હતું. પરિવારે મૃતકના ચક્ષુનું દાન કર્યું હતું. શહેરના કરણનગર રોડ પરની અક્ષર રેસીડેન્સી સોસાયટીમાં રહેતો સાવન પ્રજાપતિ સોમવારે મોટર સાયકલ (જીજે 27 સીએલ 2020) લઇ નોકરીથી ઘરે પરત જતો હતો.

ત્યારે છત્રાલ રોડ સ્થિત એમ.જી. દેસાઈ નજીક પીકઅપ ડાલા (જીજે 02 ઝેડ 2285)ના ચાલકે બાઈકને પાછળથી ટક્કર મારતાં બાઈક સાથે ફંગોળાઈ ગયો હતો. જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થતાં કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં હાજર તબીબે મૃત જાહેર કરતાં પરિવારે તેના અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી લાયન્સ ક્લબ ઓફ કડીનો સંપર્ક કરતાં પ્રમુખ પિનાકીન પટેલ, મયંકભાઈ પટેલ, ડૉ.આનંદ પટેલ સહિત સેવાભાવી યુવાનો તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પરિવારની સહમતી મળતાં મૃતક યુવકની ચક્ષુ દાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...