પ્રતિમાની ભેટ:સૌને ગાંધીજીના વિચારો મળે તેવા હેતુથી થોળના NRIનું પ્રતિમા દાન

થોળ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોળમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરાયું

કડી તાલુકાના થોળ ગામમાં ગુરુવારે શેઠ એચ.એલ. જનતા વિદ્યાલય ખાતે ગામના વતની અને અમેરિકા સ્થાયી થયેલા જયંતભાઈ પટેલ અને તેમનાં પત્ની હર્ષાબેન દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા મૂકવામાં આવી હતી.

થોળ ગામના જયંતભાઈ પટેલ અને હર્ષાબેન પટેલ અમેરિકામાં વસવાટ કરતા હોવા છતાં પણ અહિંસાને વરેલા છે અને ગાધી વિચાર સરણી વાળા વિચારો આવતા અને ગંધીજીના વિચારો સૌને મળે તે માટે પ્રતિમાની ભેટ આપવાની પ્રેરણા થતાં હાઇસ્કૂલમાંં ગાંધીજીની પ્રતિમા સ્થપાઈ છે. આ પ્રસંગે થોળ સરપંચ ચીમનજી તલાજી ઠાકોર, ઉપસરપંચ રસિકજી ગાભાજી ઠાકોર, શાળાના પ્રમુખ ગોવિંદભાઇ પટેલ, મંત્રી કાન્તીભાઈ પટેલ, તલાટી એ.કે. જોષી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...