તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલોમાં ચેકિંગ:કુંડાળની સરકારી હોસ્પિટલ અને કડીની દેવાંશ હોસ્પિટલમાં વીજફિટિંગમાં ખામી, રાજકોટની દુર્ઘટના બાદ ઊર્જા વિભાગનું કડીની 5 કોવિડ હોસ્પિટલોમાં ચેકિંગ

કડી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 5 દર્દી જીવતા સળગી જવાની ઘટના બાદ સરકારે તમામ હોસ્પિટલોમાં તપાસના આદેશ આપ્યા છે. શનિવારે ઊર્જા વિભાગ ચીફ ઈલેકટ્રીક ઈન્સ્પેક્ટરની કચેરી ગાંધીનગરના જે.ડી.નાયક અને ઉ.ગુ.વીજ કંપની કડી શહેરના નાયબ કાર્યપાલક ઈજનેર ઠાકોરે કડી શહેરની 5 કોવિડ હોસ્પિટલોનું જોઈન્ટ ઈન્સપેક્શન કર્યું હતું. ભાગ્યોદય જનરલ હોસ્પિટલ, કુંડાળ સરકારી હોસ્પિટલ, રિધમ, ફોરમ અને દેવાંશ હોસ્પિટલમાં કેટલો લોડ વપરાય છે, અર્થિંગ, મેઈન સ્વીચ, ઈએલસીબી સહિતની બાબતોની ચકાસણી કરી હતી. જેમાં કુંડાળ સરકારી હોસ્પિટલ અને કડી સ્ટેશન રોડ સ્થિત દેવાંશ હોસ્પિટલમાં વીજ લાઇનના ફિટિંગમાં ખામી જણાતાં બે દિવસમાં ખામીઓ દૂર કરી રિપોર્ટ મોકલવા આદેશ કર્યા હોવાનું તપાસ ટીમના અધિકારી જે.ડી. નાયકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...