બે પુત્રો સાથે પિતાનો આપઘાત:કડીના મણીપુર અને પિરોજપુર પાસે પસાર થતી નર્મદા કેનાલમાંથી બે બાળકોના મૃતદેહો મળી આવ્યાં

કડી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી પંથકમાં જીવા દોરી ગણાતી નર્મદા કેનાલ 26 કિલોમીટરના ઘેરાવવામાં આવેલી છે. આ જીવા દોરીને લોકોએ આત્મહત્યા કરવાનું સ્થળ બનાવી લીધું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડી તાલુકાના મણીપુર અને પીરોજપુર મુખ્ય નર્મદા કેનાલોમાંથી બે મૃતદેહો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

મુખ્ય નર્મદા કેનાલમાંથી બે મૃતદેહો મળી આવ્યા
અમદાવાદના રાયપુર પાસે પસાર થતી નર્મદા કેનાલમાં પિતાએ બે નાના પુત્રો સાથે નર્મદા કેનાલમાં પડીને આત્મહત્યા કરી હતી. પિતા વિનોદભાઈની લાસ ખોડીયાર ખોરજ નર્મદા કેનાલમાંથી મળી આવી હતી અને ગઈકાલે તેમના એક પુત્રની લાસ કડી તાલુકાના મણીપુર પાસે પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. આજે સવારે કડી તાલુકાના પિરોજપુર પાસે પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી બીજા પુત્રની લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ બાવળનું તેમજ કડી પોલીસને થતા ઘટનાસ્થળે દોડી આવી હતી.

આત્મહત્યા પાછળનું કારણ અકબંધ
આરવ વિનોદભાઈ ઠાકોર (ઉં.વ.3) રીશપ વિનોદભાઈ ઠાકોર (ઉં.વ.5) બંનેના મૃતદેહને પીએમ અર્થે કડી કુંડળ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને મૃતદેહનું પીએમ કરી વાલી વારસને સોંપવામાં આવી હતી. જોકે પિતાએ બંને પુત્રો સાથે કેમ આત્મહત્યા કરી તેનું કારણ હજુ અકબંધ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...