વાહન ચાલકો પરેશાન:કડીના થોળ ચોકડી નજીક બનાવાયેલ ડિવાઈડર તૂટી જતાં અકસ્માતનો ભય

થોળ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેડિયમ સ્ટીકરનો થાંભલો પણ ન હોવાથી વાહન ચાલકો પરેશાન

કડી તાલુકાના થોળ ગામે મુખ્ય ચોકડી જે સાણંદ, કડી, કલ્યાણપુરા અને થોળ ગામમાં જાય છે તે રસ્તો બે માર્ગી છે અને તે તરફ વાહનો ઊભા રહેતા હોવાથી સ્પીડ બ્રેકર પણ નથી. ત્યારે કડી બાજુ જતા રસ્તા ઉપર ડિવાઇડર તૂટી ગયું છે અને રેડિયમ સ્ટીકરનો થાંભલો પણ ન હોવાથી વાહન ચાલકોને ડિવાઈડર દેખાતું નથી જેથી વાહન ચાલકો ડિવાઈડર ઉપર ચડી જાય છે જેથી અકસ્માત સર્જાય છે. અને રોડ ક્રોસ કરતા રાહદારીઓને અડફેટે લેતા હોય છે.

જેથી એક થી બે વ્યક્તિઓનો રોજ ચોકડી ઉપર અકસ્માત જોવા મળે છે અને સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન ચોકડી ઉપર ખૂબ જ ટ્રાફિક જોવા મળે છે .ત્યારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે આ ચોકડી ઉપર ખાસ સર્કલ બનાવવામાં આવે અને સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી ગ્રામજનો તેમજ વાહન ચાલકોની માંગણી છે. તંત્ર કોઈ મોટો અકસ્માતની રાહ જોતા હોય તેવું લાગી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...