ખેડૂતો ચિંતામાં:કડી પંથકમાં માવઠાથી ટામેટી જીરૂ,એરંડાના પાકને નુકસાન

કડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 દિવસ બાદ ફરી માવઠાથી ખેડૂતોની હાલત કફોડી

કડીમાં બુધવારે રાતે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.ગુરૂવારે દિવસભર ઝરમર વરસાદ પડતા પંથકમાં શીત લહેર પ્રસરી હતી. ખેતરમાં ઉભા પાક ટામેટી, રાયડો, જીરૂ,એરંડા, લીંબુડી સહિતના પાકોને નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની હતી.

ખેતરમાં કાપણી કરેલ પાકોને તેમજ જીનીંગ ઈન્ડસ્ટ્રીઝ કંમ્પાઉન્ડમા પડેલ કપાસ, કપાસીયાના માલને પલળતાં બચાવવા રાતે ખેડૂતો તથા વેપારીઓને દોડધામ કરવી પડી હતી. કડી પંથકમાં 10 દિવસમા બીજી વખત કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે.

કડી યાર્ડમાં એરંડા સિવાયની હરાજી બંધ રહેશે
કડી પંથકમાં કમોસમી વરસાદને કારણે યાર્ડમાં વેચાણ માટે લઈને આવતા ખેડૂતોનો માલ પલળી ન જાય તે સારૂ યાર્ડ કમિટી દ્વારા એકમાત્ર એરંડા સિવાયના અન્ય માલની હરાજી બંધ રાખવાનો નિર્ણય કરેલ છે. શુક્રવારે એરંડાના માલની જ હરાજી કરાશે તેમ એપીએમસી ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...