નવતર પ્રયોગ:કડીના ખાખરીયા ટપ્પામાં કારેલાની મંડપ પદ્ધતિથી ખેતી, કારેલાના વેલાને પાણીમાં જતો અટકાવવા પ્રયોગ

કડી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડીના ખાખરીયા ટપ્પા વિસ્તારમા મુખ્યત્વે ઝાલાવાડી સમાજના જયદેવવપુરા,મણીપુરા,ડરણ મોરવા,શિયાપુરા,દૂધઈ,નરસિંહપુરા,કરશનપુરા સહિતના ગામોમા ખેડૂતો કારેલીની આધુનીક ઢબે ખેતી કરી અઢળક કમાણી કરી રહ્યા છે. કારેલાના વેલા જમીન પર પથરાયેલ હોય ત્યારે ચોમાસાની સીઝનમા ખેતરમા વરસાદી પાણી ભરાઈ રહેતા કારેલીના વેલા અને કારેલા બંન્ને પાણીમા કોહવાઈ જતા ખેડૂતને નુક્શાન થતુ હતુ.

એટલે ખેડૂતોએ કારેલીની ખેતીમા આધુનીક ઢબ અપનાવી.ખેતરમા એક સીધી લાઈનમા લાકડાની વરીઓ ઉભી કરી તેને થોડે અંતરે સૂતરી,લોખંડના વાયર બાધી જમીનથી સીધા કારેલીના વેલાઓ તેના ઉપર ચઢાવી દીધા.જેના કારણે વેલા અને કારેલા જમીન પર ન અડતા વરસાદી પાણીમા કોહવાઈ જવાથી થતુ નુક્શાન અટકી ગયુ.કારેલીના વેલાઓનો ઝડપી વિકાસ થયો અને કારેલા ખૂબ જ આકર્ષક લાંબા અને ભરાવદાર થતા કડી,કલોલ,અમદાવાદના બજારમા તેની માંગ પણ વધવા લાગી છે.

કડીના જયદેવવપુરા ગામના ખેડૂત મુકેશભાઈ દેવીપૂજકે એક વિઘા જમીનમા આધુનીક ઢબે કારેલીની ખેતી કરી છે.કારેલીનુ 50 ગ્રામ બિયારણ રૂ.800 ની કિંમતનું તેમજ ખેડ,પાણી,લાકડાની વરીઓ,સૂતરી અને એક મજુરની મજુરી રૂ.250 સહિત એક વીઘા જમીનમા કારેલાની ખેતીમા અંદાજે રૂ.50 હજારનો ખર્ચ થાય છે.

સામે ચાર થી પાંચ મહિના સુધી સતત કારેલીનો પાક મળી રહે છે. અને સારા ભાવ સાથે તેનુ વેચાણ થતા એક વીઘામાથી અંદાજે સવા લાખ સુધીની આવક થતી હોવાનુ જણાવ્યુ હતુ.મહેસાણા બાગાયત અધિકારી પટેલે એક હેક્ટરે 26 હજાર સુધીની સહાય મળતી હોવાનુ જણાવ્યુ હતુ.કડીના ગ્રામ સેવક કંદર્પ પંડ્યાએ ડરણ મોરવા એક જ ગામમા અંદાજે 30 વિઘા જમીનમા કારેલીનુ વાવેતર કરવામા આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...