તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નાની કડી હત્યા કેસમાં 2 સહિત ટોળા સામે કાવતરૂ રચી હત્યાની ફરિયાદ

કડી15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જીવ બચાવવા ભાગેલા ખેતરમાં ભાગેલા ખેડૂતને તલવારના ઘા માર્યા
 • રૂ.80 હજારનો સોનાનો દોરો અને રૂ.5 હજારની લૂંટ ચલાવ્યાનો આરોપ

નાનીકડીમાં ભેલાણ મુદ્દે થયેલી અથડામણની અદાવતમાં વિનોદભાઈ પટેલની હત્યા મામલે કડી પોલીસે મિહિર આચાર્ય, પ્રદિપસિંહ નામનો શખ્સ અને તેના સાગરિતો વિરુદ્ધ હત્યા, લૂંટ અને કાવતરા સહિતનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

શુક્રવારે રાત્રે બ્રાહ્મણ અને પટેલ જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેની અદાવતમાં મિહિર આચાર્યે હત્યાનું પૂર્વ આયોજિત કાવતરૂ રચી શનિવારે બપોરે રજનીભાઇ પટેલના કુટુંબી ભાઇ વિનોદભાઈ અંબાલાલ પટેલ સીમમાં પાટાવાળા ખેતરમાં હતા, ત્યારે ગાડીમાં તલવાર, ધારિયું, લોખંડની પાઈપ, સળિયા જેવા હથિયારો સાથે આવેલા મિહીર આચાર્ય સહિતના શખ્સોને જોતાં વિનોદભાઈ જીવ બચાવવા દોડ્યા હતા. નીચે પડી જતાં મિહિર આચાર્ય, પ્રદીપસિંહ સહિતના શખ્સોએ માથામાં તલવારના ઘા તેમજ શરીરે ધારિયું અને લોખંડની પાઈપ, સળીયાના ફટકા મારી વિનોદભાઈએ પહેરેલો સોનાનો દોરો રૂ.80 હજારનો તથા પર્સમાં રહેલ રૂ.5 હજારની લૂંટ કરી ભાગી ગયા હતા.

આ સમયે વિનોદભાઈની બૂમાબૂમ સાંભળી આસપાસના ખેડૂતો દોડી આવી તાત્કાલિક કડી અને ત્યાંથી અમદાવાદ ખસેડતાં રસ્તામાં મોત થયું હતું. જે અંગે મૃતક વિનોદભાઈ પટેલના પુત્ર નિરજ પટેલે કડી પોલીસ મથકમાં મિહિર આચાર્ય, પ્રદીપસિંહ સહિતના શખ્સો સામે હત્યા, લૂંટ, કાવતરું સહિતની ફરિયાદ નોંધાવતાં પીઆઈ ડી.બી. ગોસ્વામીએ હત્યારાઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

મિહીર રમેશચંદ્ર આચાર્ય અને રજનીભાઈ પટેલના જૂથ વચ્ચે ખેતરમાં ભેલાણ મામલે શુક્રવારે રાત્રે અથડામણ થતાં જીજ્ઞેશ આચાર્યે મેહુલ પટેલ સહિત 15 અને બીજા 20ના ટોળા સામે રાયોટિંગ અને ખૂનની કોશિશ સહિતની ફરિયાદ નોંધાવતાં પટેલ જૂથના 8 શખ્સોની અટકાયત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો