નિવેદન:કોંગેસે પ્રજાને ઈરાદાપૂર્વક અંગુઠાછાપ રાખી 50 વર્ષ રાજ કર્યું છે : નીતિન પટેલ

કડી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મણિપુરની આર.એન. સંસ્કાર વિદ્યાલયનો સુવર્ણજ્યંતી મહોત્સવ ઊજવાયો
  • વડીલોએ 50 વર્ષ અગાઉ શિક્ષણનો પાયો નાખી શિક્ષણક્ષેત્રે ઉમદા કાર્ય કર્યું છે

કડી તાલુકાના મણિપુર ગામની આર.એન. સંસ્કાર વિદ્યાલયના સુવર્ણ જ્યંતી મહોત્સવ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસે કોઈ દિવસ રાજ્યની પ્રજાને શિક્ષિત બનાવવા પ્રયાસો કર્યા નથી. તેમણે ઈરાદાપૂર્વક મતદારોને અભણ અંગૂઠાછાપ રાખી 50 વર્ષ દેશમાં રાજ કર્યું છે. જ્યારે ભાજપની સરકારે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારી સમાજને શિક્ષિત બનાવ્યો છે.

નીતિનભાઈએ વધુમાં કહ્યું કે, મણિપુર ગામના સંગઠીત અને શિક્ષિત વડીલોએ 50 વર્ષ અગાઉ શિક્ષણનો પાયો નાખી ગામના દીકરા-દીકરીઓને શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય કર્યું છે. શાળા-કોલેજો અને હોસ્પિટલો માટે દાતાઓ તરફથી અઢળક દાન તો મળી જાય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં શાળામાં વિદ્યાર્થીઓ મળવા મુશ્કેલ બન્યું છે, જ્યારે હોસ્પિટલોમાં દર્દીઓને શોધવા નથી પડતા નથી પણ તબીબો મળવા અને સંચાલન કરવું કઠીન બન્યું છે.

આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, ઉદ્યોગપતિ એન.જી. પટેલ, ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન વિનોદ પટેલ, એપીએમસી ચેરમેન રાજેન્દ્ર પટેલ, ધારાસભ્ય કરશન સોલંકી, જિ.પં. પ્રમુખ પ્રહલાદ પરમાર, કડી નાગરિક બેન્કના વાઈસ ચેરમેન ભરત પટેલ, મણિપુર કેળવણી મંડળના પ્રમુખ ગણેશભાઈ પટેલ, મંત્રી પ્રકાશભાઈ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેમ્પમાં 50 રક્તદાતાઓએ દાન કર્યું હતું. દાતાઓ તરફથી અંદાજે રૂ.40 લાખ ઉપરાંત દાન મળ્યું હોવાનું સંસ્થાના પ્રમુખ ગણેશભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...