હાલાકી:કડીમાં ઝેરી ગેસથી શ્વાસ લેવામાં, આંખ-ગળામાં બળતરાની ફરિયાદો

કડી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોળ રોડ પર આવેલ સંતરામ સીટીના રહીશો પરેશાન
  • શનિવાર મધરાતે 15 થી 20 લોકોએ ઝેર ઓકતી કંપનીઓમાં તપાસ કરી

કડીના થોળ રોડ પર આવેલી કંપનીએ વરસાદી વાતાવરણનો ગેરલાભ ઉઠાવી શનિવારે ઝેરી ગેસ હવામાં છોડતાં નાનીકડી ગામની સીમમાં આવેલી સંતરામ સીટી સોસાયટીના રહીશોને શ્વાસ લેવામાં તેમજ આંખ અને ગળામાં બળતરા થવાની સમસ્યા ઊભી થઇ હતી. જોકે, ગેસની નહીંવત અસરને લઇ કોઈનું આરોગ્ય ખોટવાયું ન હતું.

નાનીકડી ગામની સીમમાં સંતરામ સીટીમાં આવેલી સંતરામ કુટીર અને સંતરામ વિહાર સોસાયટીમાં શનિવારે અચાનક હવામાં ઝેરી ગેસ છોડવાના કારણે ભારે દુર્ગંધ સાથે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. તેમજ આંખો અને ગળામાં બળતરા થતાં રહિશો પરેશાન થઈ ઉઠ્યા હતા. કડીના રંગપુરડા ગામમાં પોણા બે વર્ષ અગાઉ ત્રણ દિવસ સુધી ઝેરી ગેસની અસરથી ગામલોકો ત્રાહિમામ પોકારી ગયા હતા.

ગુજરાત અંબુજા કંપનીમાંથી ગેસ છોડવામાં આવ્યાની આશંકા : સંતરામ સીટીના રહીશો
ઝેરી ગેસથી ઊભી થયેલી સમસ્યાને લઇ સંતરામ સીટીના 15 થી 20 રહીશોએ કડીના થોળ રોડ પર ચાલતી કંપનીઓમાં શનિવારે મધરાત સુધી ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કીરા કેમિકલ કંપનીમાં કંઈ શંકાસ્પદ જણાયું નથી. ગુજરાત અંબુજા કંપનીમાંથી ગેસ છોડેલહોવાની આશંકા સંતરામ સીટીના રહીશ ગોવિંદભાઈ પટેલ અને મિનેષભાઈ પટેલે વ્યક્ત કરી હતી. આ અંગે મહેસાણા પ્રદૂષણ વિભાગને લેખિત રજૂઆત કરીશું તેમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...