બાવલું પોલીસનો દરોડો:કડીના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપાર કરતા 3 ઇસમો સામે ફરિયાદ દાખલ

કડી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકા ના બાવલું ગામે અવાર નવાર દારૂની હેરાફેરી કરતા લોકો પોલીસના રંગે હાથે ઝડપાયા છે. પણ બૂટલેગરોને જાણે પોલીસનો ડર જ ના હોય તે રીતે બિન્દાસ દારૂની હેરાફેરી કરવા નિકળી પડતાં હોય છે. કે કોઈ પણ ખાનગી જગ્યા ઉપર કે ઘરમાં સંતાડીને વેપાર કરતા જોવા મળી રહેતાં હોય છે. ત્યારે બાવલું ખાતે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે યશવંતપુરા ઠાકોર વાસમાં રહેતા ઠાકોર ભીખાજી તથા ઠાકોર મેહુલજી ગોરધનજી રહે બને યશવંતપુરા ઠાકોર વાસ જે ભેગા મળીને ઠાકોર મેહુલજીના ઘરે ભારતિય બનાવટી વીદેશી દારૂ રાખી વેપાર ધંધો કરે છે.

ઘરની અંદર તપાસ કરતા દારૂ ભરેલ પેટીઓ મળી આવી
આ જગ્યા ઉપર જઈને ઘરની અંદર તપાસ કરતા ત્યાં દારૂ ભરેલ પેટીઓ જોવા મળતા ત્યાં રહેલ ઈસમોને પૂછતા કે દારૂ રાખવા બદલ પાસ પરમીટ છે. તે માંગતા તેમની પાસે મળી આવલે નહિ તેથી અને દારૂ ક્યાંથી લાવ્યા અને તેની વિગત પુછતા તેમના મિત્ર ઠાકોર મેરૂજી ગોવિંદજી રહે સોયલા, સાંણદ સફેદ કલરની ગાડીમાં આપી ગયેલ હોવાનું જણાવ્યું હતું. આ દારૂ વેપાર કરવા માટે મંગાવેલ તેવું જાણવા મળતા જેમાં કુલ બોટલ નંગ 228 જેની કિંમત 39,600/- કુલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં બાવલું પોલીસે ત્રણ ઈસમો ઠાકોર મરૂજી ગોવિંદજી રહે સાંણદ, ઠાકોર મેહુલજી ગોરધનજી અને હરેશજી ભીખાજી ઠાકોર જે બને રહે યશવંતપુરા ઠાકોર વાસ જેમની સામે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...