ટ્રકનો ગંભીર અકસ્માત:કડીના સુજાતપુરા નર્મદા કેનાલ પાસે એરંડા ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ; ડ્રાઈવર ઈજાગ્રસ્ત

કડી23 દિવસ પહેલા
  • ટ્રક એરંડા ભરીને વિસનગર જતી હતી
  • અન્ય કોઈ જાનહાની થઈ નથી

કડી તાલુકાના નાની કડીથી સુજાતપુરા જતી નર્મદા કેનાલ પર એરંડા ભરેલી ટ્રક રાતે 12 વાગ્યે પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી ખાઇ જતા ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

વરસાદના કારણે માલ-સામાન પલળી ગયો
વિસનગરથી એરંડા ભરીને મેડા આદરજ પાસે આવેલ અદાણી કંપનીમાં ખાલી કરવા ગઈ હતી પરંતુ ત્યાં આગળ માલ રિજેક્ટ થતાં પરત રાત્રિના સમયે વિસનગર જતા નાની કડી થી સુજાતપુરા રોડ પરની નર્મદા કેનાલની ખાઇમા ટ્રક નં GJ 01 DY 4145 (રાઉમા ટ્રાન્સપોર્ટ કડી)પલટી ખાઈ ગઈ હતી. ટ્રકની અંદર એરંડા ભરેલાં હતાં. ટ્રક પલટી ખાઈ જતાં ટ્રકની અંદર ભરેલા એરંડા ખાઈની અંદર પડ્યાં હતાં. વરસાદના કારણે જે માલ રસ્તામાં હતો તે પલળી ગયો હતો, જેથી માલિકને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. આ વાતની જાણ થતા લોકો ઉમટી પડયા હતા અને ટ્રક માલિકને જાણ કરાતા માલિક તુરંત જ સ્થળ ઉપર હાજર થઈ ગયાં હતાં અને ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...