તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનાજમાં કટકી:રેશનિંગના અનાજમાં બોરીએ 5-7 કિલો ઘટ આવતી હોવાની દુકાનદારોમાં બૂમ

કડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાઉપુરાના દુકાનદારે મામલતદારને રજૂઆત કરતાં તંત્ર હરકતમાં આવ્યું
  • કડીમાં સસ્તા અનાજના દુકાનદારોને મળતાં અનાજમાં કટકીની ફરિયાદ

કડીમાં સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબોને મળતા મફત અનાજના જથ્થામાં કટકી થતી હોવાની એક દુકાનદારે મામલતદારને ફરિયાદ કરતાં તંત્ર હરકતમાં આવ્યું છે. કડીમાં મામલતદાર અને પુરવઠા કચેરીના અધિકારીઓની રહેમ નજર હેઠળ સરકારી ગોડાઉનમાં રાખેલ અનાજના જથ્થામાં 50 કિગ્રાની બોરીમાંથી 5થી 7 કિલો વજન ઓછું નીકળી રહ્યું છે.

સરકારી ગોડાઉનમાં અનાજની બોરીઓમાં બમ્બી મારી કટકી કરાતી હોવાની ફરિયાદ ઉઠી છે. શહેરની ભાઉપુરા સેવા સહકારી મંડળીના સંચાલક અરવિંદભાઈ પટેલે વારંવાર મામલતદાર મહેશ ગોસ્વામી, જિલ્લા પુરવઠા અધિકારી, કડી પુરવઠા મામલતદાર કલ્પેશ રાયકા તથા સરકારી ગોડાઉન મેનેજરને એક બોરીએ 5 થી 7 કિ.ગ્રા. અનાજની કટકી થતી હોવાની લેખિત ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં દુકાનદારોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

લાભાર્થીઓને અપાતા જથ્થામાં ચોરી કરવી પડે છે
કડીની ભાઉપુરા સેવા મંડળીના સંચાલક અને કડી તાલુકા ફેરપ્રાઈઝ એસો.ના પ્રમુખ અરવિંદ પટેલ ઉર્ફે ગણેશે રેશનકાર્ડ પ્રમાણે મળતા સરકારી અનાજનો જથ્થો દુકાનદારોને પૂરતો મળતો ન હોઈ દુકાનદાર લાભાર્થીઓને આપતા અનાજના જથ્થામાં નાછૂટકે ચોરી કરવી પડે છે. પૂરતો જથ્થા મળતો હોય તો લાભાર્થીઓને પૂરેપૂરું રાશન આપી શકાય તેમ જણાવ્યું હતું. એક વર્ષથી રજૂઆત કરવા છતાં કાર્યવાહી થતી નથી.

અન્ય સમાચારો પણ છે...