પ્લાસ્ટિકના પીપળામાંથી લાશ મળી:કડીના લક્ષ્મીપુરા પાસે ગરનાળામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાની આશંકા

કડી9 દિવસ પહેલા
  • પ્લાસ્ટીકના પીપમાં માથાનો ભાગ અંદર હતો અને પગનો ભાર બહાર જોવા મળ્યો
  • લાશને જોતા ​​​​​​​શરીર ઉપર નાનીમોટી ​​​​​​​ઈજા થઈ હોવાનું પોલીસને માલુમ પડ્યું

કડી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી હત્યા ચોરી લૂંટ જેવા અનેક બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામ પાસે ગરનાળામાંથી પ્લાસ્ટિકના પીપમાંથી યુવાનની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર વ્યાપી ગયો હતો.

ગટરના ગરનાળામાં પ્લાસ્ટીકના પીપમાં યુવાનની લાશ મળી
કડી તાલુકાના લક્ષ્મીપુરા આદુંદરા ગામ વચ્ચે આવેલ ગટરના ગરનાળામાંથી એક યુવાનની લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર વ્યાપી ગયો હતો. લક્ષ્મીપુરા પાસે આવેલા ગંદા પાણીના એક ગરનાળામાં યુવાનની લાશ તરતી હોવાનું સ્થાનિક લોકોને માલુમ પડતાં સ્થાનિક લોકોએ કડી પોલીસને જાણ કરી હતી. કડી પોલીસે ઘટના સ્થળે પહોંચી તલાશી કરી હતી. ત્યારે ગરનાળાના પાણીમાં પ્લાસ્ટિકના વાદળી કલરના પીપની અંદરથી એક યુવાનની લાશ મળી આવી હતી. પ્લાસ્ટીકના પીપમાં માથાનો ભાગ અંદર હતો અને પગનો ભાર બહાર જોવા મળ્યો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી યુવાનની લાશ બહાર કાઢી હતી

યુવાનની હત્યા કરીને લાશ ફેંકી દીધી હોવાની આશંકા
કડી તાલુકાના લક્ષ્મીપુરા પાસે ગરનાળામાંથી મળી યુવાનની લાશ મળી આવતા કડી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લાશને જોતા શરીર ઉપર નાનીમોટી ​​​​​​​ઈજા થઈ હોવાનું પોલીસને માલુમ પડતા પોલીસે યુવાનની લાશ અમદાવાદ સિવિલ ખાતે પેનલ ડોક્ટરોની ટીમ દ્વારા પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. લક્ષ્મીપુરા ગરનાળામાંથી મળી આવેલી યુવાનની લાશ બિનવારસી હોવાનું માલુમ પડ્યું હતું. કડી પોલીસે હાલ તેના પરિવારની શોધખોળ હાથ ધરી હતી અને યુવાનની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે તેની તપાસ પોલિસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...