તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઐતિહાસિક જીત:કડી પાલિકામાં 36માંથી 35 બેઠક જીતી ભાજપનો રેકોર્ડ

કડી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 બેઠકોની ચૂંટણીમાં 9 કબજે કરી, અગાઉ 26 બેઠકો બિનહરીફ થઇ હતી
  • પૂર્વ કોંગી ધારાસભ્ય રમેશ ચાવડાનાં પત્ની વોર્ડ 5માં જીત્યાં, શહેર કોગ્રેસ પ્રમુખ રજની ખમારની હાર

કડી નગરપાલિકાની 10 બેઠકોનુ મંગળવારે પરિણામ જાહેર થતાં 9 બેઠકો પર ભાજપે અને એક બેઠક પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ ચાવડાનાં પત્ની ભારતીબેન ચાવડાની વોર્ડ નં.5માં જીત થઈ હતી. જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ રજની ખમારની વોર્ડ 2માં કારમી હાર થઈ હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ 26 બેઠકો બિનહરીફ થઇ હતી તે સાથે 36 પૈકી 35 બેઠકો સાથે ભાજપે ફરી સત્તા હાંસલ કરી છે. જ્યારે કોંગ્રેસને એક જ બેઠક મળી છે.વોર્ડ નંબર 2, 4, 5 અને 6માં 10 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.

મંગળવારે પરિણામ જાહેર થતા વોર્ડ નંબર 2મા ભાજપના 3 ઉમેદવારો તેમજ વોર્ડ 4મા ભાજપના 2 ઉમેદવારો તેમજ વોર્ડ 5મા કોંગ્રેસના ઉમેદવાર ચાવડા ભારતીબેન રમેશભાઈ વિજેતા થયા હતા. જ્યારે વોર્ડ નંબર 6માં ભાજપના 4 ઉમેદવારો વિજેતા થયા હતા.પાલિકાની કુલ 10 બેઠકો સામે 9માં ભાજપના અને 1 બેઠક પર કોંગ્રેસની જીત થઈ હતી. પાલિકામાં શહેરના બિલ્ડર જગદીશભાઈ પટેલનો વોર્ડ નંબર 6માં ભવ્ય વિજય થયો હતો.જ્યારે વોર્ડ નંબર 4માં આપના ઉમેદવાર વિષ્ણુભાઈ પટેલને 555 મત મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...