કડીમાં ઠલવાઈ રહ્યો છે બાયોમેડિકલ વેસ્ટ:યુનિયન બેંકની સામેથી મળી આવ્યો બાયોમેડિકલ વેસ્ટ; 20 દિવસ પહેલા આ જગ્યા પરથી વેસ્ટ મળ્યો હતો

કડી9 દિવસ પહેલા
  • બાયો મેડિકલ વેસ્ટ નાખીને રોગચાળો ને આમંત્રણ આપે છે લોકો
  • જે જગ્યા ઉપર બાયોમેડિકલ વેસ્ટ પડ્યો હતો ત્યાંથી 20 ફુટ દુર શાળા આવેલી છે

કડી શહેરમાં બાયોમેડીકલ વેસ્ટ જાહેર સ્થળો પરથી મળવાનું હવે નવું નથી કડીની યુનિયન બેંકની સામેથી બુધવારે બાયોમેડીકલ વેસ્ટ જાહેર રસ્તા પરથી મળી આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ઇન્જેક્શન,સિરીજ, ગ્લુકોઝની બોટલો,દવાની નાની મોટી બોટલો મળી આવી હતી અને સ્થાનિક લોકોએ કડી નગરપાલિકાને જાણ કરી હતી.

સતત 2 વાર એક જ જગ્યા પરથી મળ્યો બાયોમેડિકલ વેસ્ટ
સર્વ વિદ્યાલય કેમ્પસથી થોડેક જ દૂર આ બાયોમેડિકલ વેસ્ટ મળી આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો જ્યારે જાહેર રસ્તા ઉપર અજાણ્યા ઈસમો દ્વારા બાયો મેડીકલ વેસ્ટ નાંખી દેતા શાળાએ આવતા બાળકો તથા નજીકમાં રહેતા લોકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત ઉભી થવા પામી છે અને આ જગ્યા ઉપર જ આજથી વીસ દિવસ પહેલા બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો પરંતુ તંત્ર દ્વારા કોઇ નક્કર પગલા ન લેવાતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે જ્યારે બાયો મેડિકલ વેસ્ટ બુધવારે યુનિયન બેંકની સામેથી મળી આવતા લોકોએ કડી નગરપાલિકાને જાણ કરી હતી નગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ગુજરાત પોલ્યુશન બોર્ડ મહેસાણા જાહેર કરતાં અધિકારીઓ કડી યુનિયન બેન્ક સામે બાયોમેડિકલ વેસ્ટ વાળા સ્થળ ઉપર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...