અકસ્માત:નંદાસણમાં પુલ પર રોંગ સાઇડમાં બાઇકચાલક ગાડીને ટકરાતાં મોત

નંદાસણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરખેડાનો યુવક પિતરાઈને ખાત્રજ ચોકડીથી મૂકવા ગયો હતો

અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલ કડી તાલુકાના નંદાસણ નજીક થી મોટરસાયકલ લઈને કલોલ તરફ જતા નંદાસણ પુલ ઉપર રોંગ સાઈડ મોટરસાયકલ હંકારી રોડ પર આવતી ગાડીને ટક્કર મારતા મોટરસાયકલ ચાલક યુવાનને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન મોટર સાઈકલ ચાલકનું મોત નિપજ્યું હતું. મૂળ બોરખેડાના વતની અને હાલમાં ખાત્રજ ખાતે રહેતા નિખિલ ચિનીયાભાઈ માવી પોતાનું જી.જે-૨૦-એ.એલ ૦૯૫૧ લાલ કલરનું મોટરસાયકલ લઈ મંગળવારે પોતાના મોટા બાપાના દીકરા વકીલભાઈ માવીને ખાત્રજ ચોકડીથી નંદાસણ થોડા દૂર કોઈ કંપનીમાં મૂકવા ગયા હતા. ત્યાર બાદ રાત્રિના પોણા દસ વાગ્યે મૂકીને પરત ફરતા હતા. ત્યારે પોતાનું મોટરસાયકલ નંદાસણ પુલ ઉપર રોંગ સાઈડ લઈ જઈ રોડ ઉપર આવતી ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક ચાલક નિખિલભાઈ માવી ને ગંભીર ઇજાઓ તથા 108 મારફતે અમદાવાદ ખસેડાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...