• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • Bike Theft Raffoochakar Parked In Front Of Smugglers House In Vatsalya Society On Kadi Chhatral Road; A Complaint Was Registered At Kadi Police Station

ઘર પાસે પાર્ક કરેલું વાહન પણ સલામત નહિ:કડી-છત્રાલ રોડ પર વાત્સલ્ય સોસાયટીમાં તસ્કરો ઘર આગળ પાર્ક કરેલું બાઈક ચોરી રફૂચક્કર; કડી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી શહેર તેમજ તાલુકામાં દિવસેને દિવસે વાહનચોરી, ઘરફોડ ચોરી જેવી ચોરીઓના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે છત્રાલ હાઈવે પર આવેલી સોસાયટીમાં ઘર પાસે પાર્ક કરેલું બાઈક ચોરો ચોરી કરી ફરાર થઈ જતાં કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી
કડી-છત્રાલ હાઈવે ઉપર આવેલી વાત્સલ્ય સોસાયટીમાં રહેતા અરજણભાઈ પ્રજાપતિ કે જેઓ પાન પાર્લરનો વ્યાપાર ધંધો કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે તા. 05/8/22ના દિવસે પોતે સાંજના સમયે ઘરે આવીને પોતાનું બાઈક નં. GJ.2 DG.0969 ઘર આગળ પાર્ક કર્યુ હતું અને બીજા દિવસે સવારે તેઓને વેપાર ધંધે જવાનું હોવાથી તેમણે બાઈક પાર્ક કર્યું હતું. તે જગ્યા ઉપર જતા તેઓનું બાઈક મળી આવ્યું ન હતું અને તેમણે સોસાયટીમાં આજુબાજુમાં તેમજ સગા સંબંધીઓ જોડે તપાસ કરાવતાં તેમનું બાઈક મળી ન આવ્યું હતું. બાદમાં તેમને માલુમ થયું હતું કે તેમનું બાઈક ચોરી થઈ ગયું છે. ત્યારે અરજણભાઈ પ્રજાપતિએ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી

અન્ય સમાચારો પણ છે...