કડીમાં તસ્કરોની પોલીસને ખુલ્લી ચેલેન્જ:સોસાયટીમાં ઘર પાસેથી જ બાઈક ચોરાયું; પોલીસ જુગાર અને દારૂ પકડવામાં વ્યસ્ત અને તસ્કરો બન્યા બેફામ

કડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડીમાં છેલ્લા થોડાક દિવસોથી તસ્કરો બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. હજુ તો થોડાક દિવસ અગાઉ જ બાઈક ચોરીની ફરિયાદ કડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ જ હતી, જ્યાં બીજું બાઈક ચોરાતા સમગ્ર કડીમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. સમગ્ર શહેરમાં ચર્ચા રહ્યું છે કે, કડી પોલીસ દ્વારા શિયાળાની ઋતુમાં રાત્રી પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે, પરંતુ કડી પોલીસ હાલ દારૂ તેમજ જુગારના કેસો કરવામાં પડી હોય તેવું જોવા મળી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ઠેર-ઠેર કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ શહેરની અંદર ઠંડીની મોસમમાં તસ્કરો જાણી બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે અને કડી પોલીસને ખુલ્લી તસ્કરો ચેલેન્જ આપી રહ્યા છે.

કડી શહેરની અંદર અઠવાડિયામાં બે બાઈક ચોરાતા પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ કડી પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ કડક ન કરાતાં તસ્કરો જાણે પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડીના કરણનગર રોડ ઉપર આવેલા આશુતોષ સોસાયટીમાં ઘર પાસે યુવકે બાઈક પાર્ક કર્યું હતું. જ્યાં સવારે ઉઠતા તેનું બાઈક ચોરાઈ ગયું હતું

કડીના કરણનગર રોડ પર આવેલ આશુતોષ સોસાયટીમાં રહેતાં રાજેશભાઈ ગજ્જર કે જેઓ મિસ્ત્રી કામ કરીને પોતાનું તેમ જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જો સાંજના સમયે પોતાનું માલિકીનું પલ્સર બાઈક લઈને ઘરે આવ્યા હતા અને જમી પરવારીને પોતાના ઘરે પરિવાર સાથે સુઈ ગયા હતા. જ્યાં તેઓને સવારે 6:00 વાગ્યે બહારગામ જવાનું હોવાથી તેવો ઘરની બહાર આવીને જોયું તો તેમનું બાઈક ન દેખાતાં તેઓએ આજુબાજુ તેમજ સોસાયટીની અંદર તપાસ કરતાં પણ બાઈક મળી આવ્યું ન હતું. તેઓએ કડી પોલીસ સ્ટેશનને જઈને બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...