વાતાવરણમાં ભળ્યો ભક્તિનો રંગ:કડીના લક્ષ્મીપુરામાં ભાદરવા સુદ દશમની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ; મેલડી માતાને 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના નંદાસણ નજીક આવેલ લક્ષ્મીપુરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ દશમની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.

સમગ્ર ગામજનોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો
લક્ષ્મીપુરા ગામે ભક્તોએ માતાજીની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવા સુદ દશમ નિમિત્તે ફૂલો અને તોરણથી મંદિરનો અને માતાજીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આખા વર્ષ દરમિયાન માતાજીને ચડાવેલી ચુંદડી અને સાડી ભાદરવા સુદ દસમને દિવસે ભક્તો પોતાની સાથે પ્રસાદી રૂપે લઈ જતા હોય છે. આ ઉપરાંત માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. માતાજીના પટાંગણમાં હવન રાખવામાં આવ્યા હતા.

માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો
દશમની ઉજાણી નિમિત્તે અમદાવાદથી પગપાળા સંગ સાથે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડયા હતા.દશમ નિમિત્તે ગામના ચોકમાં મુહૂર્ત જોવડાવીને બહેનો દ્વારા ખીચડીની પ્રસાદી બનાવવામાં આવી હતી. ત્યારબાદ માતાજીને ખીચડીની પ્રસાદી અને લાડુનો ભોગ ધરાવ્યો હતો. સાંજના ટાઇમે માતાજીની દીવડાની મહાઆરતી કરવામાં આવતી હતી. જેમાં મોટી સંખ્યા મા ગામજનોએ મહાઆરતીનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા.આ ઉપરાંત સમગ્ર ગામજનોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...