સૌ પ્રથમ પ્રયોગ:કડી તાલુકાના પંઢરપુર ગામમાં બરોડા ગુજરાત ગ્રામીણ વનનું નિર્માણ થયું

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી બેંક દ્વારા સમગ્ર દેશમાં થયેલો સૌ પ્રથમ પ્રયોગ

કડીના પંઢરપુર ગામે તંત્રને ફાળવેલી જમીનમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની કડી શાખા દ્વારા આશરે ૨૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી ગ્રામીણ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે.શાખાના કર્મચારીઓ અને ગ્રાહકોના સંયુક્ત પ્રયાસોથી નિર્મીત થયેલા આ ઉપવનમાં રોજબરોજના જીવનમાં ઉપયોગમાં આવતા વિવિધ છોડવાઓનું વાવેતર કરાયું છે. છેલ્લા બે વર્ષથી આકાર લઈ રહેલી આ યોજનાને આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં વધુ ૭૫ વૃક્ષો વાવી અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.કોઈ પણ જાહેર સરકારી બેંક દ્વારા કરવામાં આવેલો દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ છે.બેંકના મહેસાણા ક્ષેત્રીય પ્રબંધક વાઘેલાએ આ અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.

યોજનાના સ્વપ્નદૃષ્ટા અને શાખા પ્રબંધક મનોજ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે બેન્કિંગ એ અમારા માટે માત્ર એક વ્યવસાય નથી પણ સામાજીક સેવાનું માધ્યમ પણ છે.ગ્રાહક મંડળના સહયોગથી નિર્માણ થયેલા આ ઉપવનમાં પિંપળો,વડ, લીંબડો, આંબલી,કોઠા,આંબળા,આંબા અને બિલી જેવા પર્યાવરણ માટે ૧૦૦% પ્રાણવાયુ છોડતા વૃક્ષો,સુગંધિત અને સુવાસિત પુષ્પ છોડો,બાળકો અને અબોલ જીવો ખાઈ શકે તેવા ફળાઉ ઝાડ તથા આયુર્વેદકથીત ઔષધીય છોડવાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. પર્યાવરણ જાળવણીની દિશામાં અમારી બેંક દ્વારા કરવામાં આવેલા આ નાનકડા પ્રયાસનું નામ પણ અમારી બેંકના નામ ઉપરથી 'બરોડા ગુજરાત ગ્રામીણ વન અપાયું છે.

અન્ય સમાચારો પણ છે...