ઉતરાયણના મહાપર્વ નિમિત્તે તંત્ર દ્વારા છેલ્લા એક મહિના પૂરતો ચાઈનીઝ દોરીનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાકે ઇસમો મોટો નફો મેળવવા માટે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપલો કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે પશુ પંખીઓ તેમજ માનવને નુકસાન તેમજ ઘાયલ થવાના કિસ્સાઓ જોવા મળતા હોય છે. ત્યારે કડી પોલીસે ચાઈનીઝ દોરીનો વેપલો કરતા ઇસમો ઉપર લાખ આંખ કરી છે. ત્યારે કડી પોલીસે ભાગ્યોદય હોસ્પિટલ પાછળ આવેલ ન્યુ મહેશ્વરી સોસાયટીમાં ઘરની અંદર ચાઈનીઝ દોરીનો વેપલો કરતો ઇસમને 47 ચાઈનીઝ દોરીના રીલ સાથે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
પોલીસે ચાઈનીઝ દોરીના 47 રીલ જપ્ત કર્યા
કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખાનગી વાહનમાં અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઉતરાયણના પર્વ નિમિત્તે ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. જે અનુસંધાને પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન ભાગ્યોદય હોસ્પિટલ પાસે પહોંચતા બાતમી મળી હતી કે, ન્યુ મહેશ્વરી સોસાયટીની અંદર પાર્થ રાઠી કે જેઓ પોતાના ઘરની અંદર પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપલો કરી રહ્યો છે. જે બાતમીની ખરાઈ કરીને પોલીસે ન્યુ મહેશ્વરી સોસાયટીમાં રેડ કરતા પાર્થ રાઠી ચાઈનીઝ દોરીનો વેપલો કરતો ઝડપાઈ ચુક્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી જ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 47 રીલ જપતે કર્યા હતા અને પાર્થ રાઠી ઉપર ગુનો દાખલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.