સમગ્ર મહેસાણા જિલ્લાના અંદર બીજા નંબરે આવતું કડી માર્કેટ યાર્ડ ખાતે આજે થોડીકવાર માટે હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. જ્યારે કડી તાલુકા તેમજ વિરમગામ સાણંદ બેચરાજી જોટાણા જેવા અનેક તાલુકાઓના ગામડાઓમાંથી ખેડૂતો માલ લઈને કડી માર્કેટ યાર્ડ ખાતે મોટા પ્રમાણમાં આવે છે. જ્યારે ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી માગણી હતી કે, માર્કેટ યાર્ડમાં ખેડૂતો લઈને આવતા અલગ અલગ પ્રકારના માલના તોલ માપની અંદર વ્યાપારીઓ તેમજ દલાલ દ્વારા બારદાન સામે બારદાન નહતું મુકાતું.
કડી માર્કેટ યાર્ડની અંદર વજન માપની અંદર બારદાન સામે બારદાન મૂકવાની લઈને આજે હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. બાદમાં થોડાક સમય બાદ હરાજીનું કામકાજ વેપારીઓ દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું. જ્યારે કડી તાલુકા તેમજ આજુબાજુના ખેડૂતો માલ લઈને કડી માર્કેટ યાર્ડ ખાતે આવતાં હોય છે. જ્યારે ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ દ્વારા માગણી ઉભી થવા પામી હતી કે, બારદાન સામે બારદાન મૂકવું, પરંતુ વ્યાપારીઓ તેમજ દલાલોને મંજૂર ન હતું. જ્યારે કિસાન સંઘનું કહેવું છે કે, બારદાન 900 ગ્રામનું હોય છે, પરંતુ વ્યાપારીઓ દ્વારા એક બોરીની વજનની સામે એક કિલો અને 200 ગ્રામ વ્યાપારીઓ દ્વારા વજન કાપવામાં આવે છે. જેથી ખેડૂતોને બોરીએ નુકસાનીનો સામનો કરવો પડે છે. કિસાન સંઘ તેમજ ખેડૂતો દ્વારા અનેકવાર માર્કેટ યાર્ડમાં તેમજ ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરવામાં આવી હતી.
કડી માર્કેટ યાર્ડમાં કિસાન સંઘ તેમજ ખેડૂતોની માગણી ઊભી થઈ હતી કે, બારદાન સામે બારદાન કાપવામાં આવે અને મૂકવામાં આવે, પરંતુ વ્યાપારીઓ તેમજ દલાલોને મંજૂર ન હતું. તે હેતુથી આજે વ્યાપારીઓ અને દલાલો દ્વારા અલગ અલગ માલની હરાજી બંધ રાખવામાં આવી હતી. જ્યારે કિસાન સંઘના મંત્રી હસમુખભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, અમારી કેટલાય સમયથી માંગણી હતી કે, બરાદન સામે બારદાન મૂકવામાં આવે અગાઉ વેપારીઓની મિટિંગ મળી હતી. જેમાં માગણી મૂકવામાં આવી હતી કે, બરાદન સામે વજનની અંદર બારદાન મૂકવું, પરંતુ વ્યાપારીઓને મંજૂર ન હતું. જેથી આજે વેપારીઓ તેમજ દલાલો દ્વારા હરાજીનું કામકાજ બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમજ વેપારીઓની અંદર ચર્ચા થઈ હતી. બાદમાં હરાજી ચાલુ કરી દેવામાં આવી હતી અને આજે સાંજે ચાર વાગ્યે વ્યાપારીઓ દલાલ તેમજ કિસાન સંઘના હોદ્દેદારોની કડી માર્કેટ યાર્ડ ખાતે મિટિંગમાં નિર્ણય લેવાઈ જશે તેવું જણાવ્યું હતું
કડી માર્કેટ યાર્ડની અંદર મંગળવારના દિવસે હરાજી બંધ રાખવામાં આવી હતી. વેપારીઓ દ્વારા જ્યારે કડી માર્કેટ યાર્ડના સેક્રેટરી કમલેશ રાવલ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, વ્યાપારીઓ તેમજ માર્કેટ યાર્ડની કમિટી અને કિસાન સંઘની બપોર બાદ મિટિંગ મળી હતી. જેમાં નિર્ણય લેવાયો છે કે વેપારી દલાલ તેમજ ખેડૂત અને કિસાન સંઘના કેટલાક સભ્યોની એક કમિટી બનાવવામાં આવશે અને ઉત્તર ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડની મુલાકાતો લેવામાં આવશે. આગામી સમયની અંદર વ્યાપારીઓ તેમજ દલાલો અને ખેડૂતોને નુકસાન ન થાય તે રીતે નિર્ણયો કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.