મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામે નજીવી બાબતમાં માથાકૂટ થતા મામલો બિચકયો હતો. મળતી માહિતી મુજબ ખેતરમાં પાણી વાળવાની અદાવત રાખી યુવાન ધોકા વડે માર મરાયો હતો. યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે આ મામલામાં એક ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કડી તાલુકાના બુડાસણ ગામે કાળુ પટેલ નામની વ્યક્તિ રહે છે. તે ખેતીવાડીનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનું ખેતર ગામની સીમમાં જ આવેલું છે. તેમના ખેતરની બાજુમાં જ રબારી બળદેવનું ખેતર આવેલું છે, આ ખેતરમાં ઠાકોર અરજણજી વાવણી કરે છે. કાળુભાઈ ખેતરમાં પીયતનું પાણી તેમના કાકાના બોરમાંથી લે છે. જોકે આજે કાળુ પટેલનો પાણીનો વારો હોવા છતાં ઠાકોર અરજણજીએ ખેતરમાં પાણી પિયત કર્યું હતું. આ બાબતે કાળુભાઈએ કાકા વિષ્ણુને કહ્યું કે આજે પાણીનો મારો વારો હતો છતાય તમે અરજણજીના ખેતરમાં પાણી કેમ આપ્યું. આમ કહી કાળુભાઈ પોતાના ઘરે જવા માટે નિકળ્યા હતા. આ દરમિયાન અરજણજી કાળુભાઈને ગાળાગાળી કરી માર મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
કાળુભાઈએ પોતાના દીકરાને ફોન કરીને બોલાવી કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. પોલીસે અરજણજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.