કડી તાલુકાના માથાસુર ગામે પતિ તેમના મિત્રો સાથે મજાક મસ્તી કરી રહ્યા હતા. જે દરમિયાન એક શખ્સ ત્યાં આવી પહોંચ્યો હતો અને મજાક મજાકમાં જ આપશબ્દો બોલવા લાગ્યો હતો. જે દરમિયાન પત્નીને ખબર પડતા પત્ની પતિનું ઉપરાણું લેવા માટે ત્યાં પહોંચી હતી. જ્યાં ત્રણ ઈસમો આવી પહોંચ્યા હતા અને મહિલા ઉપર હુમલો કરાતા મહિલાને ઇજાઓ પહોંચી હતી. જેથી નંદાસણ પોલીસે ગામના ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી
કડી તાલુકાના માથાસુર ગામે રહેતા દક્ષાબેન કે જેઓ પ્રાઇવેટ નોકરી કરે છે. તેમજ તેમના પતિ હરજીવનભાઈ પણ છૂટક મજૂરી કરે છે. પતિ-પત્ની પરિવાર સાથે પોતાના ગામની અંદર જ રહે છે. જે દરમિયાન તેમના પતિ હરજીવનભાઈ છૂટક મજૂરી કામે ગયા હતા અને કામકાજ પતાવીને પોતાના ઘરે આવ્યા હતા. જે દરમિયાન દક્ષાબેનના પતિ અને તેમના મિત્ર ઘરની પાસે મજાક મસ્તી કરી રહ્યા હતા. જે દરમિયાન તેમના જ ગામના અજીતજી ઠાકોર ત્યાંથી નીકળેલા અને દક્ષાબેનના પતિને કહેલું કે તું મને કેમ કહે છે જેવું કહીને ઉશ્કેરાઈ જઈને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જ્યાં દક્ષાબેન ઘરે હાજર હતા, તેથી તેઓને ખબર પડતા તેઓ ત્યાં આગળ આવી પહોંચ્યા હતા.
દક્ષાબેન પતિનું ઉપરાણું લઈને ત્યાં આગળ પહોંચ્યા હતા. જ્યાં અજીતજી ઠાકોર હરજીવન ભાઈને માર મારવા લાગ્યા હતા. જ્યાં તેમની ઉપરાણું તેમની પત્ની લેતા હતા. તો અજીતજી મહિલા સાથે પણ અસભ્ય વર્તન કરી મૂઢ માર મારવા લાગ્યા હતા. જ્યાં દક્ષાબેન દોડીને તેમના ઘરમાં જતા રહ્યા હતા અને ઘરમાં જતા રહેવાની સાથે જ અજીતજી ઠાકોર તેમના ઘરે પહોંચી ગયા હતા અને ત્યાં પણ માર માર્યો હતો. જ્યાં તેમનો દીકરો અને પતિ આવી પહોંચતા મામલો બીચક્યો હતો અને અજીતજી ઠાકોરના માતા-પિતા પણ આવી પહોંચ્યા હતા તે પણ માર મારવા લાગ્યા હતા. તેમજ અપશબ્દો બોલી અસભ્ય વર્તન કરવા લાગ્યા હતા. જ્યાં તેમનો દીકરો અને તેમના પતિ વચ્ચે પડતા આવેલા લોકો ત્યાંથી ભાગી છુટ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા તેઓને નંદાસણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સંપૂર્ણ ઘટનાની માહિતી નંદાસણ પોલીસને મળતા નંદાસણ પોલીસે માથાસુર ગામના ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.