માંડલનો વતની અને કડીનો જમાઈ એજાઝ ઘાંચી બાલાપીરનો ઉર્સ જોઈને ઘરે જતો હતો. ત્યારે અગાઉની અદાવતમાં કડી અને નંદાસણના છ શખ્સોએ છરી,લોખંડની પાઈપો અને ધોકા સાથે હુમલો કરી છરીના ઘા ઝીંકી લોહીલુહાણ કર્યો હતો.
માંડલનો વતની એજાઝ ઉર્ફે અજુ અબ્દુલભાઈ મહંમદભાઈ ઘાંચી (26) એકાદ મહિનાથી તેની સાસરી કડીમાં ગોલવાડની ખડકીમાં પોતાના મકાનમા પરિવાર સાથે રહે છે. ચાર દિવસથી શહેરના બાલાપીર દરગાહ ખાતે શરૂ થયેલ ઉર્સ જોવા માટે ગુરૂવારે રાતે મિત્રો સાથે રિક્ષા લઈને ગયા હતા. જોકે, આઠેક માસ અગાઉ માંડલમાં સોયેબ ઘાંચી જુગાર રમાડતો હતો.તેના જુગાર પર માંડલ પોલીસે રેડ કરતાં બાતમીદાર તરીકેની શંકા રાખી સોયેબ ઘાંચી અને મીનાજ સહિતના અન્ય માણસોએ એજાઝ ઘાંચી સાથે ઝઘડો કર્યો હતો.
આમની સામે ગુનો
(1) ઘાંચી સોયેબ મુસાભાઈ, રહે.માંડલ
(2) મીનાજ ઈશાકભાઈ બેહલીમ, રહે.માંડલ
(3) નાસીર ઉર્ફે ચટણી લાલખા ઘોરી,
(4) મોનીસ નાસીરખા ઘોરી, કડી કસ્બા
(5) સજ્જાદ અયુબઅલી સૈયદ,નંદાસણ
(6) સદ્દામ અયુબઅલી સૈયદ, રહે.નંદાસણ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.