સોમવારે કડી અર્બન વિસ્તારમાં 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. કોરોના કેસોની સંખ્યામાં થયેલ વધારાને પગલે જિલ્લાની મુલાકાતે આવેલ પ્રભારીમંત્રીના સૂચનના પગલે કડીમાં વધુ 10 ટેસ્ટીંગ સેન્ટરો શરૂ કરવા સૂચના આપતાં સૂચનાને પગલે કડી શહેર અને તાલુકા વિસ્તારમાં 10 આરટીપીસીઆર એન્ટીજન સેન્ટરો શરૂ કરી કોરોનાને કાબૂ કરવાના પ્રયાસો આયોગ્ય વિભાગ દ્વારા થઈ રહ્યા છે. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. કોકિલાબેને શહેરમાં 3 અને તાલુકામાં 7 ટેસ્ટીંગ સેન્ટરો આજથી કાર્યરત કરાશેનું જણાવ્યું હતું.
અહીં શરૂ કરાશે સેન્ટર
કડી શહેરમાં
1.બાલાપીર દરગાહ,કલ્યાણપુરા રોડ,કડી
2. એસ.ટી બસસ્ટેન્ડ,કડી
3. એ.પી.એમ.સી,કડી
તાલુકામાં
1. મેડા આદરજ બસ સ્ટેન્ડ
2. નંદાસણ હાઈવે
3. નાનીકડી સબ સેન્ટર
4. બુડાસણ બસ સ્ટેન્ડ
5. કલ્યાણપુરા સી.એચ.સી
6. સાદરા બસ સ્ટેન્ડ
7. કરજીસણ સબ સેન્ટર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.