નિમણૂંક:કડી પાલિકાની વિવિધ 18 સમિતિના ચેરમેન, સભ્યોની નિમણૂંક

કડી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની કારોબારી સમિતીના અધ્યક્ષ પદે નીતિનભાઈ પટેલ અને બાંધકામ સમિતિમાં ચેરમેન પદે જગદીશભાઈની વરણી કરાઇ

કડી નગરપાલિકાની શુક્રવારે મળેલી સમાન્ય સભામા પાલિકાની વિવિધ 18 સમિતીઓના સભ્યોની નિમણુંક કરવામા આવી તેમજ તમામ સમિતીના ચેરમેનોની સર્વાનુમતે વરણી કરાઈ હતી. મહત્વની કારોબારી સમિતીના અધ્યક્ષ પદે નીતિનભાઈ પટેલની વરણી કરાઈ હતી.

કડી યાર્ડમાં પાલિકા પ્રતિનિધિ તરીકે જીગ્નેશ સોમભાઈ પટેલ અને હાઈવે કોલેજમાં પાલિકાના પ્રતિનિધિ તરીકે કેતુલબેન મૌલિક પટેલની નિયુક્તી કરાઈ હતી. પાલિકા પ્રમુખ ભરતભાઈ પટેલે આગવી ઓળખની ચાર કરોડની ગ્રાન્ટ દેત્રોજ રોડ સ્થિત કણઝીયા તળાવ માટે ફાળવી હોવાનુ જણાવ્યું હતું. 13થી 15 ઓગસ્ટ દરમિયાન શહેરના તમામ ઘરો પર તિરંગો લહેરાશે.

સમિતીઓ ચેરમેન
1.કારોબારી સમિતી નીતીનભાઈ કે.પટેલ
2.ટાઉન પ્લાનીંગ વિષ્ણુભાઈ પટેલ
3.બાંધકામ સમિતી જગદીશભાઈ પટેલ
4.સેનેટરી સમિતી હિમાંશુભાઈ ખમાર
5.વોટર વર્કસ સમિતી પાથિક નાયક
6.વાહન વ્યવહાર અરવિંદભાઈ પંડ્યા
7.લાઈટ સમિતી નિલેશ પટેલ
8.ગાર્ડન સમિતીઉષાબેન પટેલ
9.પસંદગી સમિતિ જીગીશાબેન પટેલ
10.બાળ વિકાસ અને મહિલા ઉત્કર્ષ
પુનમબેન પટેલ
11.ગુમાસ્તાધારા ઉસ્માનભાઈ રાઉમા
12.સમાજ કલ્યાણ અશોકભાઈ પરમાર
13.યુવા સાંસ્કૃતિકકંકુબેન પટણી
14.આરોગ્ય અને પર્યાવરણ
દિપાલીબેન પટેલ
15.પ્રવાસ અને પર્યટન રીટાબેન પટેલ
16.ટેક્ષ વસૂલાત મહેન્દ્રભાઈ પટેલ
17.વ્યવસાય વેરા મુસ્તાકમહંમદ મનસુરી
18.ટાઉનહોલ વિપુલભાઈ પટેલ

અન્ય સમાચારો પણ છે...