ચડ્ડી-બનિયાન ધારી ગેંગનો કહેર યથાવત:કડીમાં વધુ એક મકાનનું તાળું તૂટ્યું; તસ્કરો દ્વારા પથ્થરમારો કરાતા સિક્યુરિટીને માથામાં 4 ટાંકા આવ્યા

કડી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી શહેર તેમજ તાલુકાની અંદર છેલ્લા એક અઠવાડિયાથી ચડ્ડી-બનિયાન ધારી ગેંગનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં સાતથી પણ વધુ મકાનોના તાળા તોડી રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના લઈને તસ્કરો ફરાર થઈ જતા હતા. સમગ્ર શહેર હાલ ભયના ઓઠા હેઠળ જીવી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડી શહેરના રંગપુરા રોડ ઉપર આવેલ શિવ પેલેસ સોસાયટીમાં ગત રાત્રે તસ્કરોએ કહેર મચાવ્યો હતો અને એક મકાનનું લોક તોડી તસ્કરો રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા. સંતરામ સિટીમાં આવેલ ન્યુ સંતરામ વાટિકામાં પણ તસ્કરો ત્રાટ્યા હતા અને સામસામો પથ્થર મારો થતા એક સિક્યુરિટીને માથામાં પથ્થર વાગતા ચાર ટાંકા આવ્યા છે.

વધુ એક બંધ મકાનનું તાળુ તૂટ્યું
કડી શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં સાત મકાનથી પણ વધુના તાળા તોડી તસ્કરોએ હાથ સાફ કર્યો છે. ત્યારે પોલીસ હજુ તેનો તાગ મેળવી શકી નથી અને પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડી શહેરના દડી સર્કલથી રંગપુરડા જવાના રસ્તા ઉપર આવેલ શિવ પેલેશ સોસાયટીમાં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા વિપુલભાઈ જોશી કે જેઓ લગ્ન પ્રસંગ માટે અમદાવાદ ગયા હતા. જ્યાં તેઓને સવારે 4:00 વાગ્યે તેમના પડોશીએ જાણ કરી હતી કે, લોક તૂટ્યું છે. જેથી તેઓ સવારે સાત વાગે પોતાના ઘરે આવી પહોંચ્યા હતા અને ઘરની તલાસી લેતા અંદરથી રોકડા રૂપિયા લઇ તસ્કરો ફરાર થઈ ગયા હતા. જ્યાં શિવ પેલેસ સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં પાંચ જેટલા ચડ્ડી-બનિયાન ધારી ગેંગના તસ્કરો જોવા મળી રહ્યા છે.

તસ્કરોએ સેક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો
તેમજ તસ્કરો જ્યારે ઘરનું લોક તોડતા હતા, ત્યારે આજુબાજુના પડોશીઓ જાગી જતા સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઈ પટેલ ઉપર હુમલો કર્યો હતો અને કાચની બોટલ મારતા તેઓ ખસી ગયા હતા. સદનસીબે તેઓને કંઈ જાન આની થઈ ન હતી. તેમજ સવારે કડી પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...