"અમારી માગો પૂરી કરો":કડીમાં આજથી આંગણવાડી બહેનો 3 દિવસની અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી; ગાંધીચિંધ્યા માર્ગે હડતાળ કરવાની ચીમકી

કડી19 દિવસ પહેલા

સમગ્ર ગુજરાતમાં સરકારી કર્મચારીઓ, ખેડૂતો, મેડિકલ ઓફિસરો, આશાવર્કરો જેવા અનેક લોકોએ અત્યારે હાલ પોતાની માગણીઓને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે. ત્યારે કડીમાં તાલુકા પંચાયત કચેરી ખાતે કડીની આંગણવાડી બહેનો ગાંધીચીંધ્યા માર્ગે 3 દિવસ માટે પોતાના કામથી અળગા રહીને હડતાલ પર ઉતરી છે.

100થી પણ વધુ બહેનો અચોક્કસ મુદતની હડતાલ ઉપર બેઠી
કડીમાં અનેક માગણીઓને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે કડી ઘટક 1-2 આંગણવાડી બહેનો અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. કડીની આંગણવાડી બહેનો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે C.D.P.Oને પોતાની માગણીઓ સાથે આવેદનપત્ર સુપર્ત કરવામાં આવ્યું હતું.

બહેનો કડી તાલુકા પંચાયત કચેરી ખાતે ત્રણ દિવસની હડતાલ પર ઉતરી
કડીની આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો ત્રણ દિવસ માટે આજે સોમવારથી હડતાળ પર ઉતરી છે અને સરકારને તેમણે માંગણી કરી છે કે આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી ગણો, આંગણવાડી બહેનોનું વેતન ઓછું છે તેમાં પણ વધારો કરો, આંગણવાડી બહેનો તેમજ તેડાગર બહેનોનું વેકેશન એક જ સાથે આપો, અત્યારે સરકાર 50-50 રૂપિયા પગારમાં કપાત કરે છે અને જ્યારે અમે નિવૃત્ત થઈએ ત્યારે સરકાર તરફથી કંઈ જ આપવામાં આવતું નથી. જેવી અનેક માગણીઓ સાથે કડીની આંગણવાડીની બહેનો કડી તાલુકા પંચાયત કચેરી ખાતે ત્રણ દિવસની હડતાલ પર ઉતરી હતી.

અમે જે કામ કરી રહ્યા છીએ તે પ્રમાણે વેતન આપો - આંગણવાડી બહેનો
કડી તાલુકા પંચાયત કચેરી ખાતે કરી ઘટક 1, 2ની 100થી પણ વધુ બહેનો 3 દિવસની અચોક્કસ મુદતની હડતાલ ઉપર બેઠી છે. આંગણવાડી બહેનો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે બહેનો જે પ્રમાણે કામ કરીએ છીએ તે પ્રમાણે અમે સરકાર તરફથી મળી રહ્યું નથી. બહારની યોજનાઓનું કામ અમને આપશો નહીં અમને સરકારી કર્મચારી ગણો અને બારણું કામ અમને આપશો નહીં અને વધારાનું ભારણ અમને આપશો નહીં અને અમારી માગણીઓ પૂરી નહીં થાય તો આગામી દિવસોમાં અમે અચોક્કસ મુદતની હડતાળ ઉપર ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરીશુ તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...