કડીના ચંદ્રાસણ ગામના યુવકે વિદેશની હાઈફાઈ લાઈફ સ્ટાઈલ છોડી પ્રમુખ સ્વામી મહારાજ માટે જીવન ત્યાગ કરી દીધું છે. શુક્રવારે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવના 23મા દિવસે મહંત સ્વામીના હસ્તે ભારત, અમેરિકા, નૈરોબી સહિતના 46 યુવક સાધકોએ પાર્ષદી દીક્ષા ગ્રહણ કરી હતી. જેમાં ચંદ્રાસણ ગામના પંકજ લિંબાચિયા પણ છે.
કડીના થોળ રોડ સ્થિત બીએપીએસ સ્વામિ નારાયણ મંદિરના સંચાલક કાર્યકર અને તાલુકાના ચંદ્રાસણ ગામના વતની અને હાલ અલદેસણ પ્રાથમિક શાળામાં શિક્ષક લિંબાચિયા મહેન્દ્રભાઈ પ્રહલા દભાઈના મોટા પુત્ર પંકજભાઈએ બ્રહ્મવિદ્યાના પંથે પ્રયાણ કર્યું છે. એન્જિન િયરિંગ સાથે ઓસ્ટ્રેલિયામાં મેનેજમેન્ટનો ત્રણ વર્ષનો અભ્યાસ કરી સફળતા પૂર્વક કારકિર્દી ઘડનાર પંકજભાઈ સાળંગપુર ગુરુકૂળમાં રહી અભ્યાસ દરમિયાન બીએપીએસ સંસ્થાના પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના કાર્યોથી પ્રેરાઈને અન્ય વિદ્વાન સંતોના સમાગમ સાથે બ્રહ્મવિદ્યાના પંથે પ્રયાણ કરવાનો નિર્ણય કર્યો હતો.
ત્રણ વર્ષની સાધક તરીકેની કઠીન તપસ્યા પૂર્ણ કર્યા બાદ શુક્રવારે અમદાવાદ ખાતે ભવ્યાતિભવ્ય રીતે ઊજવાતાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના 23મા દિવસે પંકજભાઈએ મહંત સ્વામીના હસ્તે સાધકમાંથી પાર્ષદની દીક્ષા લઇ શ્રેયસ ભગત તરીકેનું નવું નામ ધારણ કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના સંત ડૉક્ટર સ્વામી તેમજ વડા પૂજ્ય મહંત સ્વામીએ ઉપસ્થિત લાખો હરિભક્તોને પોતાની અમૃતવાણીનો લાભ આપી ધન્ય કર્યા હતા. શુક્રવારે મહોત્સવમાં મહંત સ્વામીની ઉપસ્થિતિમાં દીક્ષા સમારોહ અંતર્ગત 46 સાધક યુવાનોએ પાર્ષદની દીક્ષા લીધી હતી.
જેમાં 9 યુવાનો અમેરિકન નાગરિક હતા. 2 યુવાનોના પિતાના મૃત્યુ બાદ માતાએ અને 4 માતા- પિતાએ એકમાત્ર સંતાનને બીએપીએસ સંસ્થાને અર્પણ કર્યા હતા. 18 એન્જિનિયર, 4 માસ્ટર ડિગ્રી અને 1 હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરેલ સહિત ગ્રેજ્યુએટ યુવકોએ દીક્ષા લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.