સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી અને કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર દ્વારા સર્વ વિદ્યાલય કેમ્પસ, કડી ખાતે તા. 9 અને 10 જાન્યુઆરી, 2023ના રોજ કેમ્પસની વિવિધ સાયન્સ, એન્જીનીયરીંગ, ફાર્મસી, નર્સીંગ અને ફિઝીયોથેરાપીની કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સમાજ-ઉપયોગી એવા 100 થી પણ વધારે વર્કીંગ મોડેલ્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને સૂર્યઊર્જા અને પવનઊર્જાના સંયુક્ત ઉપયોગથી વિવિધ ઊર્જાસ્ત્રોત ઊભા કરવા, વેસ્ટ મેનેજમેન્ટ, કૃષિ વિષયક ખેડૂત ઉપયોગી મોડેલ્સ, સેન્સર-બેઝ્ડ સિક્યોરીટી સિસ્ટમ્સ, આરોગ્ય અને સ્વાસ્થને લગતા મોડેલ્સ રજૂ થયા હતા.
સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન વલ્લભભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અને વિવેકાનંદ ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝના મેંનેજીગ ડીરેક્ટર જસ્મીનભાઈ પટેલ તથા ભૂતપૂર્વ સહકારમંત્રી અને પ્રમુખ સ્વામી કોલેજ ગવર્નીંગ બોર્ડના ચેરમેન અરવિંદભાઈ પટેલ દ્વારા આ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું. સંસ્થાના હોદ્દેદાર ડૉ. મણિભાઈ પટેલ, ડૉ. રમણભાઈ પટેલ,જગદીશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને બિરદાવ્યા હતા. કડી આસપાસની વિવિધ ઈન્ડસ્ટ્રીઝના રીસર્ચ અને ડેવલોપમેન્ટના સ્ટાફમિત્રો તથા ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કડી આસપાસની વિવિધ સ્કુલ ઉપરાંત મહેસાણા જિલ્લા, સુરેન્દ્રનગર જિલ્લા તથા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની વિવિધ સ્કુલના કુલ 6000થી પણ વધારે વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું
સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલે આ સમગ્ર સાયન્સ અને ટેકનોલોજી એક્ઝીબીશનના આયોજન કરવા બદલ પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ.ડી.પટેલ આર્ટ્સ કોલેજ અને એચ.વી.એચ.પી. ઇન્સ્ટીટયુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ અને રિસર્ચની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.