પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો:સાણંદ જતી i20 ગાડીમાંથી તમામ મુદ્દામાલ કબજે કરાયો; નાસી છુટેલા ઈસમને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના પોલીસે થોળ ગામ પાસે આવેલી શેડફા ચોકડી પાસે સાણંદ તરફ જતી i20 ગાડીને વાહનોની રોડ ઉપર આળસ મૂકીને ગાડીને જપ્ત કરી હતી. ગાડીની તલાસી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને સ્થળ ઉપરથી 252 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ રૂ.3,13,400નો મુદ્દામાલ કબજે કરી બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જ્યારે એક ઈસમ સ્થળ ઉપરથી ભાગી ગયો હતો. જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસે બાતમી આધારે ઝડપી પાડ્યા
કડી તાલુકાના પોલીસ સ્ટેશનનું સ્ટાફ ખાનગી વાહન તેમજ સરકારી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન બાવલું પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.એન. રાઠોડ તેમજ લગધીર અને વૈભવ કુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કડી તાલુકાના પીરજપુર ગામ તરફથી i20 સફેદ કલરની નીકળી છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે અને સાણંદ તરફ જઈ રહી છે. પોલીસે બાતમીની થલાઈ કરી, કડી તાલુકાના શેડફા ચોકડી પાસે કોલર કરીને અલગ અલગ ટીમો બનાવીને ઉભા હતા.

નાની-મોટી વિદેશી દારૂની બોટલો કબજે કરી
કડી તાલુકાના પોલીસ સ્ટેશનનો સ્ટાફ શેડફા ચોકડી પાસે વાહનોની આડસ મૂકીને રોડ ઉપર અલગ અલગ ટીમો બનાવીને વોચ ગોઠવી ઉભો હતો. જે દરમિયાન પીરજપુર તરફથી આવી રહેલી એક સફેદ કલરની i20 ગાડી આવી રહી હતી. જેમાં પોલીસને શંકા પડતા પોલીસે ઉભી રાખવાની કોશિશ કરતાં ગાડી ચાલેકે ઊભી ન રાખીને યુ ટર્ન લઈને મેળા આદરજ તરફ ભાગવાની કોશિશ કરતાં પોલીસે કોર્નર કરીને તેને ઝડપી પાડી હતી. તેમજ પોલીસે ગાડીની અંદર તલાસી કરતાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ ઉપરથી 252 અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી.

નાસી છુટેલા ઈસમને પકડી પાડવા ચક્રો ગતિમાન
કડી તાલુકાના બાવલુ પોલીસે શેરફા ચોકડી પાસેથી i20 વિદેશી દારૂ ભરેલી કબજે કરી હતી. તેમજ પોલીસે સ્થળ ઉપરથી 252 વિદેશી દારૂની બોટલો ઝડપી હતી. i20 ગાડી સહિત મુદ્દામાલ રૂ.3,14,400નો કબજે કરી બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. બાવલુ પોલીસે જયદીપસિંહ અને પ્રતાપસિંહ ઉપર ગુનો દાખલ કર્યો હતો. તેમજ પ્રતાપસિંહ સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો અને જયદીપસિંહની પોલીસે ધરપકડ કરી હતી. ભાગી ગયેલા ઈસમને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...