વાવણી:કલ્યાણપુરામાં અમદાવાદ નિવાસીઓએ વૃક્ષારોપણ માટે રૂ.2 લાખ ફાળો આપ્યો

કડી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગામના યુવાનો સાથે મળી 2000 રોપાઓની વાવણી કરી

કડીના કલ્યાણપુરા ગામના વતની ધંધાર્થે અમદાવાદમાં સ્થાઈ થયેલા પ્રકૃતિપ્રેમી ગામલોકોએ ભેગા મળી ગામને હરિયાળુ બનાવવા બે લાખ જેટલો લોકફાળો એકઠો કરી ગામમાં 2000 રોપા વવાયા છે.

કલ્યાણપુરા ગામના સરપંચ કીરીટભાઈ પટેલે ગામના યુવાનો સાથે મળી ગામને હરિયાળુ કરવાનુ બીડુ ઝડપ્યું  હતુ. ખરવાડ, હાઇસ્કૂલથી પેટ્રોલપંપ સુધી ડિવાઈડરમાં, વોટર વર્કસમ, ડેરી પાસે, પંચવટી સહિતની જગ્યાઓ પર વૃક્ષારોપણ કર્યુ હતુ. ગામમાં 2000 લીમડા, સપ્તપદી, સેવન, કોડીયા, ગુગળ, સરગવો, અરડૂસી, ડોડી, નગોડ, તુલસી, કરણ,કોનો કાર્પેટ, બોગનવેલ,મેદી વિગેરેના રોપાઓનુ અલગ અલગ વિસ્તારમા વૃક્ષારોપણ કર્યુ હતુ. 

અન્ય સમાચારો પણ છે...