ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક:ઈંગ્લેન્ડના મહારાણી ક્વીન એલીઝાબેથ-2ના નિધનથી સર્વ વિદ્યાલય કડીમાં રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ લહેરાવ્યો

કડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઇંગ્લેન્ડના મહારાણી ક્વીન એલિઝાબેથ-2 ના નિધનથી ભારત સરકાર દ્વારા એક દિવસનો આજે રાષ્ટ્રીય શોક જાહેર કરેલો છે. જે સંદર્ભે સર્વ વિદ્યાલય પરિવાર કડી અને ગાંધીનગરના શૈક્ષણિક સંકુલોમાં 50 મીટર (170 ફૂટ)ના ઊંચા ત્રણે સ્તંભ ઉપરના રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ રાખી સર્વ વિદ્યાલય પરિવારે પણ ભારત સરકારની સાથે શોક વ્યક્ત કર્યો હતો.

ભારતમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અથવા વડા પ્રધાનના મૃત્યુ માટે ભારતનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠી પર લહેરાવવામાં આવે છે. 2013માં નેલ્સન મંડેલાના અવસાન પર ભારતે પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક મનાવ્યો હતો. સિંગાપોરના ભૂતપૂર્વ વડા પ્રધાન લી. કુઆન યૂના સન્માનમાં ભારતે પણ 29 માર્ચ 2015ને રાષ્ટ્રીય શોકના દિવસ તરીકે જાહેર કર્યો હતો. ભારતે 6 ફેબ્રુઆરી 2022ના રોજ અવસાન પામેલ પ્લેબેક સિંગર લતા મંગેશકરની યાદમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક મનાવ્યો હતો. જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની હત્યા અને યુકેની રાણી એલિઝાબેથ-2 ના મૃત્યુ પછી, ભારતની કેન્દ્ર સરકારે 9 જુલાઈ 2022 અને 11 સપ્ટેમ્બર 2022ના રોજ એક દિવસીય રાષ્ટ્રીય શોકનો આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...