કડી હત્યા કેસમાં ચોંકાવનારી વાત:લક્ષ્મીપુરા પાસે પ્લાસ્ટીકના પીપમાંથી મળેલી લાશ બાદ મૃતકના પિતાએ 2 ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

કડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ આદરી

કડી તાલુકાના લક્ષ્મીપુરા પાસે પાણીના કાંસમાંથી પ્લાસ્ટીકના પીપમા લાશ તરતી જોતા સ્થાનિક લોકોએ પકડી પોલીસને જાણ કરી હતી કે ઘટના સ્થળે કરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પહોંચીને લાશને પી.એમ માટે અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારબાદ આજે મૃતકના પિતાએ બે ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પિતાના શંકા છે કે આ બે ઈસમોએ તેમના પુત્રની હત્યા કરી છે. બીજી તરફ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

શૈલેષ અને તેની પત્ની કડી ખાતે આવેલ કંપનીમાં નોકરી કરતાં
મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમનો દીકરો શૈલેષ આજથી 20 વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરીને પોતાની જોડે રહેતો હતો. પરંતુ શૈલેષ અને તેની પત્નીને અમારી સાથે બનતું ન હોવાથી તેઓ બન્ને જણા અલગ રહેવા મહિનાની અંદર જ જતા રહેલા હતા. શૈલેષ અને તેની પત્ની કડી ખાતે આવેલ કંપનીમાં નોકરી કરતાં હતાં. શૈલેષ અને તેની પત્નીના પિયર કડીના જાસલપુર ખાતે બે માસ અગાઉ રહેવા ગયેલ હતા. વીસેક દિવસ પહેલા પિતાને ફોન કરી શૈલેષે જણાવ્યું હતું કે, મારી પત્ની સાથે મારે ઝઘડો થયો છે. જેથી તમે અને મમ્મી સાસરી જાસલપુર આવો

શૈલેષ અને તેની પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતાં
શૈલેષના પિતા અને મમ્મી બીજા દિવસે તેમના વેવાઈ દશરથભાઈ જાસલપુરના ઘરે ગયાં હતાં. શૈલેષ અને તેની પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતાં હોય બન્નેને સમજાવવાની પિતા અને તેમના મમ્મી દ્વારા કોશિષ કરવામાં આવી રહી હતી. ત્યારે શૈલેષે તેમના પિતા અને મમ્મીને જણાવેલ કે મારી પત્નીને અમારી કંપનીમાં નોકરી કરતા શર્મા વિનોદ સરજુ જે હું ઘરે ના હોય ત્યારે તે ઘરે જાસલપુર આવે છે. તેમ કહેતા જ પત્ની વચ્ચે બોલવા લાગી કે શર્મા વિનોદને તો મેં ભાઈ બનાવ્યો છે. તેથી ઘરે તો આવશે જ જેથી શૈલેષના મમ્મી પપ્પાએ તેની પત્નીને ઠપકો આપતાં તેના મમ્મી પપ્પાએ કહેલ કે તમે અહીંયાથી હાલ જ નીકળી જાઓ અને અમારી દિકરીને તો તમારા દિકરા શૈલેષ સાથે છુટાછેડા લેવાના છે.

તમારા દીકરા શૈલેષને હવે તમે શોધી લેજો
વધુમાં ફરિયાદમાં જણાવ્યું કે, જેથી અમે ત્યાંથી નીકળીને અમારા ઘરે ચાલ્યા ગયા હતા. ત્યારબાદ તા.3/8/22 ના દિવસે શૈલેષની પત્ની અને તેના મમ્મી પપ્પા કે જેઓ જોટાણા ખાતે આવ્યાં હતાં. શૈલેષની પત્નીએ કહેલ કે તમારા દિકરા શૈલેષને હવે તમે શોધી લેજો. તેમ કહી ને ત્યાંથી તે લોકો નીકળી ગયા હતા. ત્યારબાદ શૈલેષના પિતા અને મમ્મી ગભરાઈ ગયાં હતાં. બાદમાં શૈલેષના પિતાએ દીકરાને ફોન કર્યો હતો પણ ફોન ન લાગતાં શૈલેષના પિતાએ તેમના સાળાના દીકરા નરેશભાઈને ફોન કરીને સમગ્ર ઘટના જણાવી હતી.

શૈલેષના પિતાએ શૈલેષની શોધખોળ શરૂ કરી
તેમના ઘરે જોટાણા ખાતે તેમના સાળાને બોલાવ્યાં હતાં બાદમાં નરેશભાઈ અને શૈલેષના પિતા શૈલેષની શોધખોળ માટે નીકળી ગયાં હતાં. શૈલેષના પિતા અને નરેશભાઈ જે જગ્યા ઉપર શૈલેષ અને તેની પત્ની નોકરી કરતાં હતા સૌ પહેલા તે કંપનીમાં શોધવા માટે ગયા હતાં. જ્યાં કંપનીમાંથી શૈલેષના પિતાને જાણવા મળ્યું હતુ કે, શૈલેષની પત્નીને અને કંપનીમાં નોકરી કરતા શર્મા વિનોદ પ્રેમસંબંધ છે અને શૈલેષ અને તેની પત્ની કડીના તંબોળી વાસમાં રહેતાં શર્મા વિનોદના ઘરે રહેતાં હતાં.

પિતાએ તેના દીકરાના હાથમાં જે નીશાન હતા તેના ઉપરથી ઓળખી કાઢ્યો
ત્યારબાદ શૈલેષના પિતાને દીકરો ના મળતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયેલ અને સમગ્ર ઘટના પોલીસને જણાવી. આ ઘટના સાંભળીને પોલસને અગાઉ લક્ષ્મીપુરા પાસે ગરનાળામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હતો તેના ફોટોગ્રાફ બતાવ્યા. આ ફોટોગ્રાફ જોઈ શૈલેષના પિતાએ તેના દીકરાના હાથમાં જે નીશાન હતા તે અને તેના કપડા ઉપરથી ઓળખી કાઢ્યો અને કહ્યું આ મારો જ દીકરો છે. ત્યારબાદ શૈલષના પિતાએ તેના દીકરાના પત્ની અને શર્મા વિનોદ વિરૂદ્ધ શંકાના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે શૈલેષની હત્યા પાછળ આ લોકો જોડાયેલા હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...