કડીમાં તસ્કરો બન્યાં બેફામ:કંપની બહાર પાર્ક કરીને યુવાન કંપનીમાં નોકરી કરવા ગયો અને બહાર આવીને જોયું તો બાઈક ચોરાઈ ગયું

કડીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી શહેર તેમજ તાલુકાની અંદર છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરી, સાધનોનો ચોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કડીના કરણનગર રોડ ઉપર આવેલ કંપનીની બહાર પાર્ક કરેલું બાઈક ચોરાતાં કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી હતી.

કડીના કરણનગર રોડ ઉપર રહેતા પ્રવિણસિંહ કે પોતે કરણનગર રોડ ઉપર આવેલી હિટાચી કંપનીમાં નોકરી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે. જે દરમિયાન તેઓ કંપનીની અંદર નાઈટમાં નોકરી કરે છે.

કડીના કરણનગર રોડ ઉપર રહેતા યુવાન કે જે પોતે જમી પરવારીને પોતાની પલ્સર બાઈક લઈને કરણનગર રોડ ઉપર આવેલી હિટાચી કંપનીમાં રાત્રી દરમિયાન નોકરી સારું જવા માટે નીકળ્યાં હતાં અને કંપનીની બહાર પોતાનું બાઈક પાર્ક કર્યુ હતું અને કંપનીના અંદર નોકરી કરવા માટે ગયાં હતાં. સવારે નોકરી પૂરી થઈ જતા તેઓ પોતાને ઘરે આવવા માટે નિકળતા કંપનીની બહાર પાર્ક કરેલું બાઈક મળી ન આવતા તેઓએ આજુબાજુ તેમજ કંપનીની અંદર તપાસ કરી હતી. પરંતુ પોતાનું બાઈક મળી ન આવતા તેઓએ કડી પોલીસ સ્ટેશન ખાતે પોતાનું બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...