સાણંદના 6 યુવકો કુટુંબી બહેનની નણંદના લગ્ન પ્રસંગે ગરબા જોઈ શનિવારે પરોઢે જીપડાલુ લઈ પરત જઇ રહ્યા હતા, ત્યારે કડીના કણઝરી નજીક પલટી ખાઈ જતાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે અન્ય 5 યુવકોને નાની મોટી ઈજા થઈ હતી. બાવલુ પોલીસે ડાલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
સાણંદના જીવણપુરા ઈન્દિરા વસાહત ખાતે રહેતો જીગર જ્યંતિભાઈ રાવળની કુટુંબી બહેનની નણંદના લગ્ન પ્રસંગે કડીના કણઝરી ગામે રાસગરબાનો કાર્યક્રમ હતો. જીગર તેના કુટુંબી અને ફોઈના દીકરાઓ સાથે કડીના નરસિંહપુરા ગામનો મિત્ર ઠાકોર રાહુલજી સાથે રાતે જીજે 01 ડી.વાય 5970 નંબરનુ પીકઅપ ડાલુ લઈને ગરબા જોવા ગયા હતા.
ગરબા જોઈને વહેલી પરોઢીયે ચાર કલાકે જીગર સહિત છ યુવાનો પીકઅપ ડાલામાં સવાર થઈને ઘરે પરત જતા હતા. દરમિયાન થોળ મેઢા રોડ ઉપર પૂરઝડપે અને ગફલતભરી રહેલ હંકારી રહેલ ડાલાના ચાલકે વળાંકમાં ગરનાળા ની પાળી સાથે ડાલુ અથડાતા ચાલક રાવળ નીતીને કાબૂ ગુમાવતા ડાલુ રોડની બાજુમા ચોકડીમાં પલ્ટી ખાઈ ગયુ હતુ.
ડાલામા સવાર જીગર રાવળ,રાવળ જયેશ સહિતના છ યુવાનોને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં 108 માં કડીની ભાગ્યોદય હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં હાજર તબીબે રાવળ જયેશ ભૂપતભાઈ ને મરણ જાહેર કર્યો હતો. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર સારૂ દાખલ કર્યા હતા.બનાવ અંગે બાવલુ પોલીસે ઈજાગ્રસ્ત જીગર રાવળના નિવેદન આધારે ડાલાના ચાલક રાવળ નીતીન સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
કમનસીબ મૃતક
ઈજાગ્રસ્ત યુવકો
1.રાવળ જીગર જ્યંતિભાઈ,સાણંદ
2.રાવળનીતીન નાનજીભાઈ,સાણંદ
3.રાવળનિક્ષિત નાનજીભાઈ,સાણંદ
4.રાવળ મનોજ કાળુભાઈ,સાણંદ
5.ઠાકોરરાહુલજી ભીખાજી,નરસિંહપુરા,તા.કડી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.