અકસ્માત:કણઝરી પાસે રાતે ડાલું અથડાઈ પલટી ખાઇ જતાં યુવાનનું મોત

કડી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાણંદના 6 યુવાનો લગ્ન પ્રસંગ પતાવી પરત આવતા હતા
  • ​​​​​​​જીવણપુરામાં રહેતો યુવાન રાસગરબાના કાર્યક્રમમાં કુંટુંબી ફોઇના દીકરાઓ સાથે ડાલું લઇ કડી ગયો હતો

સાણંદના 6 યુવકને કુટુંબી બહેનની નણંદના લગ્ન પ્રસંગે ગરબા જોઈ શનિવારે પરોઢે જીપડાલુ લઈ પરત જઇ રહ્યા હતા, ત્યારે કડીના કણઝરી નજીક પલટી ખાઈ જતાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે અન્ય 5 યુવકોને નાની મોટી ઈજા થઈ હતી. બાવલુ પોલીસે ડાલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

સાણંદના જીવણપુરા ઈન્દીરા વસાહત ખાતે રહેતો જીગર જ્યંતિભાઈ રાવળની કુટુંબી બહેનની નણંદના લગ્ન પ્રસંગે કડી તાલુકાના કણઝરી ગામે રાસગરબાનો કાર્યક્રમ હતો. જીગર તેના કુટુંબી અને ફોઈના દિકરાઓ સાથે કડીના નરસિંહપુરા ગામનો મિત્ર ઠાકોર રાહુલજી સાથે રાતે જીજે 01 ડી.વાય 5970 નંબરનુ પીકઅપ ડાલુ લઈને ગરબા જોવા ગયા હતા. ગરબા જોઈને વહેલી પરોઢીયે ચાલ કલાકે જીગર સહિત છ યુવાનો પીકઅપ ડાલામા સવાર થઈને ઘરે પરત જતા હતા.

દરમિયાન થોળ મેઢા રોડ ઉપર પૂરઝડપે અને ગફલતભરી રહેલ હંકારી રહેલ ડાલાના ચાલકે વળાંકમા ગરનાળા ની પાળી સાથે ડાલુ અથડાતા ચાલક રાવળ નીતીને કાબૂ ગુમાવતા ડાલુ રોડની બાજુમા ચોકડીમા પલ્ટી ખાઈ ગયુ હતુ.ડાલામા સવાર જીગર રાવળ,રાવળ જયેશ સહિતના છ યુવાનોને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમા 108 મા કડીની ભાગ્યોદય હોસ્પીટલમા સારવાર માટે ખસેડાયા હતા.જ્યાં હાજર તબીબે રાવળ જયેશને મરણ જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...