કડીના રાજપુર ખાતે અકસ્માત:નોકરીથી પરત ફરતા યુવકને ગાડીએ અડફેટે લીધો, હાથે ફ્રેક્ચર અને કપાળે ચાર ટાંકા આવ્યા

કડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના રાજપુર પાસે કંપનીમાંથી નોકરી કરી એકટીવા પર પાછા ફરતા યુવકને કારે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘાયલને 108 એમ્બ્યુલન્સ મારફતે કલોલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં નંદાસણ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કલોલ ખાતે રહેતા આશિષ પટેલ કડી તાલુકાના રાજપુર પાસે આવેલ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે.

ઘાયલને હાથે ફ્રેક્ચર અને કપાળે ચાર ટાંકા આવ્યા
આશિષ પટેલ નોકરી પરથી એકટીવા લઈને પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. ત્યારે રાજપુર પાસે આવેલા રત્નમણી ટ્યુબ કંપની પાસે પહોંચતા પાછળથી આવી રહેલ ગાડી ચાલકે તેમને ટક્કર મારી હતી. નંદાસણ તરફથી આવી રહેલ સિલ્વર કલરના ફોર વ્હીલર ચાલકે આશિષ પટેલને ટક્કર મારી હતી. ઘાયલ આશિષને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેમને હાથે ફ્રેક્ચર થયું હતું તેમ જ કપાળના ભાગે ચાર ટાંકા આવ્યા હતા. નંદાસણ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...