ક્રિકેટ મેચના સટ્ટા રમતા યુવાનો ઉપર કડી પોલીસની લાલ આંખ થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. આડેધડ પોલીસની બીક પણ રાખ્યા વગર કેટલાક ઈસમો ક્રિકેટ મેચનો ઓનલાઈન સટ્ટો રમતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે પોલીસને માહિતી મળી હતી કે, કડી શહેરના ગાંધી ચોક વિસ્તારમાં આવેલ શાકભાજીની દુકાનની બહાર જગદીશ ઠાકોર નામનો યુવક ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચનો ઓનલાઈન મોબાઈલની અંદર ક્રિકેટ મેચનો સટ્ટો રમી રહ્યો છે. જેના આધારે પોલીસે યુવકની રંગે હાથ ધરપકડ કરી હતી અને રૂપિયા 48,800નો મુદ્દામાલ કબજે કરીને ગુનો દાખલ કર્યો હતો.
કડી પોલીસ સ્ટેશનનું સ્ટાફ ખાનગી વાહનમાં અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન પોલીસને ગાંધી ચોક પોલીસ ચોકી પાસે પહોંચતા ખાનગી રાહે માહિતી મળી હતી કે, કૃષ્ણ સિનેમા ટોકીઝની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સમાં શાકભાજીની દુકાનની બહાર બેઠેલો યુવક ક્રિકેટ મેચનો સટ્ટો રમી રહ્યો છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને કોર્નર કરીને યુવકની ધરપકડ કરી હતી તેમજ મુદ્દામાલ કબજે કર્યો હતો.
કડીના કૃષ્ણ સિનેમાની બાજુમાં આવેલા કોમ્પલેક્સમાં શાકભાજીની દુકાનની બહાર જગદીશ ઠાકોર નામનો યુવક ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચનો ક્રિકેટનો સટ્ટો પોતાના મોબાઈલમાં રમી રમાડી રહ્યો છે. પોલીસે કોર્નર કરીને યુવકની ધરપકડ કરી હતી. તેમજ યુવક પાસે રહેલા મોબાઈલની તલાસી કરતાં WWW.allpaanelનામની વેબસાઈટમાં યુઝર નેમ ramdev 929નું આઈડી ખુલેલું હતું. જેમાં ક્રિકેટ હારજીતની વિગત પોલીસને મળી આવી હતી. પોલીસે મોબાઈલ કબજે કર્યો હતો, તેમજ પોલીસે યુવક પાસેથી રૂ 18,800 રોકડ રકમ કબ્જે કરી હતી. એમ પોલીસે કુલ રૂપિયા 48,000નો મુદ્દામાલ કબજે કરીને જગદીશ ઠાકોર નામના યુવક ઉપર ગુનો દાખલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.