કડી તાલુકાના નંદાસણ ખાતે રહેતા યુવાન પોતાના સામાજિક કામ અર્થે અમદાવાદ ખાતે જઈ રહ્યાં હતા. જે દરમિયાન મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર આવેલા રાજપુર પાટિયા પાસે બાઈક લઈને ઉભા હતા. જે દરમિયાન મહેસાણા તરફથી આવી રહેલી એક કારે તેઓને પાછળથી ટક્કર મારતા રોડ ઉપર પસાડાયા હતા. યુવકને ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા કડીની ભાગ્યેદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં યુવાને ગાડી ચાલક વિરોધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી.
કડી તાલુકાના નંદાસણ ખાતે રહેતા મુજ્જમીલ સૈયદ કે જેઓ વકીલાતનો વ્યવસાય કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને નંદાસણ ખાતે જ રહે છે. જેઓ નંદાસણથી અમદાવાદ સામાજિક કામ અર્થે જવાનું હોય તેમના મિત્રનું બાઈક નંબર GJ 38 AA 7414 લઈને પોતાના ઘરેથી નીકળ્યા હતા. જ્યાં મહેસાણા અમદાવાદ હાઈવે ઉપર આવેલા રાજપુર પાટીયા નજીક ખોડિયાર હોટલ પાસે તેઓ પોતાનું બાઈક લઈને ઉભા હતા. જે દરમિયાન મહેસાણા તરફથી આવી રહેલી એક ગાડી નંબર GJ 1 RA 1354 ચાલકે ધડાકાભેર ટક્કર મારતા યુવાન રોડ ઉપર પસાડાયા હતા. અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો આવી પહોંચ્યા હતા. જ્યાં યુવકે તેમના સગા સંબંધીઓને ફોન કરાવીને બોલાવ્યા હતા. અને 108 એમ્બ્યુલન્સ દ્વારા તેઓને કડીની ભાગ્યદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યુવકને હાથે ફ્રેક્ચર થતા હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા હતા અને યુવાને ગાડી ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. અકસ્માત સર્જીને ગાડી ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યાં નંદાસણ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.