ગંભીર અકસ્માત:ચાંદરડા પાટિયા નજીક ટર્બો ટ્રકે આઇસરને પાછળથી ટક્કર મારતા યુવાનનું મોત

કડી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના નંદાસણ પાસે આવેલ ચાંદરડા પાટિયા નજીક પૂરઝડપે હંકારી ટર્બો ગાડી નં. GJ 01 TY 9038 એ પાછળથી ટક્કર આઇશર ગાડીની ખાલી સાઈડ બેઠેલ મુસરાનખાન હુશેનખાન બલોચ રહે સિધ્ધપુરને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને કડી તાલુકાના નંદાસણ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

બટાકાની બોરીઓ ભરીને જતી હતી આઇસર
​​​​​​
​કડીના ચાંદરડા પાટિયા પાસે આઇશર ગાડી નં.GJ 16 W 2784 ના ચાલકે હૈદરઅલી અમીર મિયાં સૈયદ રહે પાટણથી બટાટાની બોરીઓ ભરીને આઇસર ગાડી વલસાડ હતી જે દરમિયાન આઇસર કડીના નંદાસણ પાસે આવેલ ચાંદરડા પાટિયા નજીક પહોચતા પાછળથી આવી રહેલ પૂરઝડપે ટર્બો ટ્રક નં. GJ 01 TY 9038 ચાલકે પાછળથી ટક્કર મારતાં આઇસર ગાડીમાં ખાલી સાઈડ બેઠેલ યુવાનને ટક્કર વાગતાં ઈજાઓ પહોંચી હતી અને માથા તથા અન્ય શરીરના ભાગે ઈજાઓ પહોંચતા એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે કડીના નંદાસણ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ હતા. જે દરમિયાન તેને વઘારે માથાના ભાગે ઈજાઓ પહોંચતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો અને નંદાસણ સિવિલમાં જ પી.એમ.અર્થે મોકલવામાં આવ્યો અને મૃતકના પિતાએ આઇસર ચાલક નં. GJ 16 w 2784 ના ચાલક હૈદરઅલી અમિરમિયા સૈયદ રહે પાટણ સામે નંદાસણ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...