રોડ ક્રોસ કરવા જતા એક્સિડેન્ટ:રાજપુર અંબુજા નજીક પિકઅપ ડાલાએ યુવાનને અડફેટમાં લેતાં મોત નિપજ્યું

કડી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના રાજુપર પાસે અમદાવાદ થી મહેસાણા હાઇવે ઉપર સતત રાત દિવસ સુધી વાહનોની અવર જવર ખૂબજ મોટા પ્રમાણમાં ચાલુ રહતી હોય છે. ત્યારે આ હાઇવે ઉપર અનેક નાના મોટા એક્સિડન્ટની ઘટના બનતી જોવા મળતી હોય છે. જેમાં અનેક લોકો ને ઈજાઓ કે મોત પણ નિપજતા હોય છે.

રાજપુર અંબુજા કંપનીના નોકરી કરવા માટે રમણભાઈ પોતાના ટાઈમ સર જતા હતા, તે દરમ્યાન તેમના જમાઈ ઉપર કંપનીમાં કામ કરતા ભગાજી બળદેવજી ઠાકોરનો ફોન આવ્યો હતો કે, રમણભાઈને રોડ ક્રોસ કરતા તેમને અક્સ્માત નડ્યો હતો. ત્યારબાદ તેમને નંદાસણ સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા. તે દરમ્યાન તેમને વધારે ઈજાઓને કારણે મૃત્યુ પામ્યા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે તેમને પી.એમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.

રાજુપર હાઇવે રોડ ઉપર આવેલ અંબુજા કંપની પાસે રોડ ક્રોસ કરતા પુર ઝડપે હંકારી આવનારા પિક અપ ડાલાએ યુવાને ટક્કર મારતાં મૃત્યુ પામ્યો હતો અને તેમના પરીવારજનોએ અજાણ્યા ઈસમ પુર ઝડપે હંકારનાર પિક અપ ડાલા ચાલક સામે નંદાસણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવ્યું હતું. યુવાનનું કમભાટી મૃત્યુને કારણે સમગ્ર પરિવાર શોકમય બની ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...