તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:કડીની જન્મભૂમિ સોસાયટી પાસેનું વર્ષો જૂનું વડલાનું ઝાડ કાપી નખાયું

કડી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મામલતદારની આદેશને ઘોળીને પી જવાયો, અભિપ્રાય પહેલાં કાપી નખાતાં રોષ

કડીના કરણનગર રોડ સ્થિત જન્મભૂમિ સોસાયટી પાસે જાહેર માર્ગને અડીને ઉભેલા વર્ષો જૂના વડલાના ઝાડને મામલતદારના આદેશની ઐસી કી તૈસી કરી પ્લોટધારકે ગુરુવારે કાપી નાખતાં પર્યાવરણ રોષ ભભૂકી ઊઠ્યો છે.

કડી મામલતદારે 4 નવેમ્બરે નગરપાલિકા અને વન વિભાગનો અભિપ્રાય મેળવ્યા સિવાય અરજદાર પ્લોટધારક વાસુદેવભાઈ પટેલને વૃક્ષછેદન માટે પરવાનગી આપી દીધી હતી. જોકે, 7 નવેમ્બરે વૃક્ષ કાપવામાં આવતાં સ્થાનિક લોકોની રજૂઆતને પગલે મામલતદાર અને પાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે આવી વૃક્ષછેદન અટકાવી મામલતદારે પાલિકા અને વન વિભાગનો અભિપ્રાય મેળવ્યા બાદ જ પરવાનગી આપીશું તેમ જણાવ્યું હતું. બીજી તરફ ગુરુવારે પ્લોટધારકે વડલાનું ઝાડ કાપી નાખ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો