કડીમાં શ્રાવણિયા જુગારની મોસમ ખીલી:ખુલ્લા મેદાનમાં લોકો ટોળે વળી જુગાર રમતા હોવાનો વીડિયો સામે આવ્યો, પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા

કડી10 દિવસ પહેલા
  • કડી-દેઉસણા જવાના રસ્તા પર ખુલ્લા મેદાનમાં જુગાર રમતા હોવાના વીડિયો ફરતા થયા

કડી શહેરમાં ખુલ્લા મેદાનમાં લોકો ટોળે વળી જુગાર રમતા હોવાનો દ્રશ્યો નજરે પડતાં કડી પોલીસની કામગીરીની પોલ ખુલ્લી પડી છે. શહેરના દેઉસણા રોડ ઉપર ખુલ્લા મેદાનમાં કેટલાક ઈસમો જુગારધામ ચલાવી રહ્યા હતા, જ્યાં લોકો ટોળે વળી જુગાર રમતા હોવાના વીડિયો ફરતા થતાં કડી પોલીસની પોલમપોલ સામે આવી છે.

હાર જીતનો જુગાર રમતા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે
કડી પંથકમાં શ્રાવણ મહિનામાં જુગારીયાઓ ધાર્મિક આસ્થાના આડંબર હેઠળ જુગાર રમતા હોય છે. આ જુગારીયાઓ જાહેર જગ્યા છોડીને અંદરખાને જુગાર રમતા હોય છે. પરંતુ કડીમાં જુગારધામ ચલાવતા સંચાલકો કે જુગારીયાઓને પોલીસનો કોઈ ડર નહિ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જુગારીયાઓ કડીથી દેઉસણા જવાના રસ્તા ઉપર ખુલ્લા મેદાનમાં જુગાર રમતા હોવાના વીડિયો ફરતા થતાં સભ્ય સમાજમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. દેઉસણા રોડ ઉપર જુગારીઓ નીચે જમીન ઉપર ચાદર પાથરી હાર જીતનો જુગાર રમાડતા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જુગારધામ ચલાવતા ઈસમો કોઈના પણ ડર વિના લોકોને જુગાર રમવા બૂમો પાડતા હોવાનું વીડિયોમાં જોવા મળતા કડી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...