ક્રાઈમ:કડી તા.ના રાજપુર પાસેથી 38 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

નંદાસણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક પોલીસને દૂર રાખી એલસીબીએ દારૂ ભરેલી ટ્રક સાથે ડ્રાઇવર ઝડપ્યો

કડીના રાજપુર પાટિયા પાસે આવેલ કલાપી રેસ્ટોરન્ટ પાસેથી દારૂ ભરેલી ટ્રક પસાર થવાની બાતમીના આધારે મહેસાણા એલસીબી પીઆઇ બી.એસ.રાઠોડ, પીએસઆઇ વાય.કે.ઝાલા, એએસઆઇ ગુલાબસિંહ, પો.કો.પિયુષ,મુન્નાભાઇ, હિંમતચૌધરી, મહેન્દ્રભાઇએ સોમવાર સાંજથી વોચ ગોઠવી હતી.મંગળવારે વહેલી સવારે 5 વાગ્યે બાતમી મુજબની ટ્રક કલાપી રેસ્ટોરન્ટ પાસેથી પસાર થતાની સાથે જ પોલીસે તેને અટકાવી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.

દારૂનો જથ્થો ભરેલી ટ્રક નંદાસણ પોલીસ સ્ટેશન લઇ જવાઇ હતી.પોલીસે રૂ 38 લાખના વિદેશી દારૂની 9264 બોટલો અને ટ્રક મળી કુલ રૂ 56,44 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવર ચુનારામ કેસારામ ચટણી ધરપકડ કરી હતી.જ્યારે સમગ્ર કામગીરીમાં સ્થાનિક પોલીસને દુર રાખવામાં આવી હતી.ટ્રક ડ્રાઇવરની પુછપરછમાં દારૂનો જથ્થો કડી જઇ રહ્યો હોવાનુ ખુલતા તે કોણે મંગાવ્યો હતો.ક્યાં કટીંગ થવાનુ હતુ તે સહિતની એલસીબીએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...